ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 19 માર્ચ 2012 (11:04 IST)

ભારતમાં વોટબેંકની ખરાબ રાજનીતિથી ઈસ્લામને નુકશાન - રશ્દી

P.R
જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં શામેલ થવાને લઇને ભારે વિવાદો આવેલા લેખક સલમાન રશ્દી શનિવારે દિલ્હીમાં હતા, જયાં તેમણે એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન રશ્દીએ કહ્યુ કે ભારતના વોટબેંકની ખરાબ રાજનીતિ થઇ રહી છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે કટ્ટરપંથથી ઇસ્લામને સૌથી વધુ નુકસાન થયું છે.

રશ્દીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા તેમણે કહ્યુ કે કોંગ્રેસે મને ફક્ત રાજનૈતિક નફા-નુકસાન માટે રોકવાનો પ્રયાસ કર્યો.

રશ્દીએ પાકિસ્તાનના ક્રિકેટર અને રાજકીય નેતા ઇમરાન ખાનને પણ આડા હાથે લેતા કહ્યુ ઇમરાન એટલા જૂના જમાનાના માણસ છે કે તેમને ઇન્ટરનેટ અને ઇમેઇલ જેવી નવા જમાનાની ટેક્નિકની કંઇ ખબર નથી.

મહત્વપૂર્ણ છે કે જે કાર્યક્રમમાં રશ્દી હાજર રહેવાના હતા તે કાર્યક્રમમાં ઇમરાન ખાને હાજર રહેવાની ફકત એટલા માટે ના પાડી દીધી હતી કે ત્યાં રશ્દી હાજર રહેવાના હતા.

મહત્વપૂર્ણ છે કે બે માસ અગાઉ મુસ્લિમ કટ્ટરપંથીઓના ભારે વિરોધને લઇને રશ્દી જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે જયપુર આવી શક્યા ન હતા