ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 જૂન 2015 (14:12 IST)

યૂપી : પ્રતાપગઢની હોટલમાં આગ, 10ના મોત

યૂપીના પ્રતાપગઢના બાબગંજમાં ઈલાહાબાદ ફૈજાબાદ હાઈવે કિનારે આવેલ ગોયલ રેસીડેંસી હોટલમાં શુક્રવારે વહેલી સવારે સાઢા ત્રણ વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ. 
 
હોટલમાં આગથી બચાવનો કોઈ ઉપાય ન હોવાથી આખા હોટલમાં ધુમાડો ભરાય ગયો અને દમ ઘૂંટવાથી હોટલમાં રોકાયેલ દસ લોકોનુ મોત થઈ ગયુ. જ્યારે કે અનેક લોકો પ્રતાપગઢ અને ઈલાહાબાદના હોસ્પિટલોમાં જીંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યા છે. 
 
ત્રણ મંજીલા હોટલ એયર કંડીશન છે તેથી ધુમાડો કે ગેસ નીકવાનુ કોઈ સ્થાન નહોતુ. હોટલમાં સૂઈ રહેલા અનેક કર્મચારી અને રોકાયેલા લોકો સૂતા જ રહી ગયા અને દમ ઘૂટવાથી તેમનુ મોત થઈ ગયુ. 
 
બે કર્મચારી ગ્રાઉંડ ફ્લોર પર આગથી બળીને મરી ગયા. જે લોકો જાગી ગયા તેમાંથી પાંચ લોકો હોટલના બીજા માળની બારી તોડીને કૂદી પડ્યા. કેટલાક લોકો પોત પોતાના ઘર અને મિત્રોને ફોન કરી મદદ માંગી અને બાથરૂમમાં સંતાય ગયા. 
 
પરંતુ તેમાથી અનેક લોક દમ ઘૂટાતા મરી ગયા જ્યારે કે કેટલાક બાથરૂમ અને ગેલેરીમાં બેહોશ જોવા મળ્યા. સ્થાનીક લોકોએ પોતાનો જીવ જોખમમાં નાખીને ફંસાયેલા લોકોને બહાર કાઢ્યા જ્યારે કે પ્રશાસન મૂક દર્શક બની રહ્યુ. 
 
એમ્બુલેંસથી ઘાયલોને જીલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ત્યાંથી મોટાભાગના લોકોને ઈલાહાબાદ રેફર કરવામાં આવ્યા. ચાર કલાકમાં ફાયર બિગ્રેડે આગ પર કાબૂ મેળવી લીધો. જો કે હોટલમાંથી ધુમાડો વારેઘડીએ નીકળી રહ્યો હતો અને ફાયર બ્રિગેડના જવાન પાણી નાખી રહ્યા હતા. 
 
મરનારાઓમાં બે મહિલાઓ અને આઠ પુરૂષ છે. સમાચાર લખાતા સુધી મરનારાઓની સંખ્યા વધીને તેર બતાવાઈ પણ સત્તાવાર રીતે હજુ તેની પુષ્ટિ થઈ નથી.