શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 19 મે 2014 (17:06 IST)

ભાજપ સંસદીય દળના નેતા બની શકે નરેન્દ્ર મોદી,કાલે એનડીએના સાથી પક્ષોની બેઠક

ભાજપ સંસદીય દળના નેતા બની શકે નરેન્દ્ર મોદી,કાલે એનડીએના સાથી પક્ષોની બેઠક

મંગળવારે દિલ્હી ખાતે ચૂંટણી બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ભાજપના સાંસદ વિધિવત રીતે મોદીને નેતા તરીકે ચુંટી કાઢશે. એ પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે. બીજી બાજુ આ દિવસે એનડીએના સાથી પક્ષોની બેઠક પણ યોજાશે. તેમાં એનડીએના ભાવી અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. 
 
16મી લોક્સભાની ચૂંટણીમાં એતિહાસિક વિજય બાદ ભારતીય જનતાપાર્ટીના સંસદીય દળની બેઠક મંગળવારે દિલ્હી ખાતે મળશે. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત મળનારી સંસદીય  બેઠકમાં પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ભાજપના સાંસદ વિધિવત રીતે મોદીને નેતા તરીકે ચુંટી કાઢશે.એ પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે.રાષ્ટ્રપતિ તરફથી લીલીઝંડી મળ્યાં બાદ 
નરેન્દ્ર મોદી વડાપ્રધાન  તરીકે શપથ લેવાની તારીખ નક્કી કરવામાં આવશે. 
 
આ દીવસે એનડીએના સાથી પક્ષોની બેઠક પણ યોજાશે. તેમાં એનડીએના ભાવી અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. દરમ્યાન નવા વડાપ્રધાન તરીકે શપથ 
ગ્રહણ કરે તે પહેલા રવિવારે મોદીએ વરિષ્ઠ નેતા એલ.કે. આડવાણી સહિત અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી.
 
દિલ્દહીમાં સંઘની ઓફિસ   કેશવ કુંજમાં પણ સતત ગતિવિધિ જોવા મળી. જોકે સંઘના નેતા રામ માધવે સ્પષ્ટતા કરી કે નવી સરકારની રચનામાં અમારી કોઈ દખલ રહેશે નહી ગુજરાત ભવનમાં નરેન્દ્ર મોદી અમિઅત શાહ,જે.પી નડ્ડા ,ધર્મેન્દ્ર પ્રધાન અએ કર્ણાટકના નેતા યેદીયુરપ્પાને મળ્યા હતા. મોદીને મળનારાઓમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી  અને નાગા પીપલ્સ ફ્રંટના એક માત્ર સાંસદ નેફિયુ રિયો પણ હતા. ઉપરાંત     મોદીને મળનારાઓમાં લોજપના  પ્રમુખ રામવિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ તેમજ રાજ્સ્થાનના મુખ્યમંત્રી વસુંધરાનો સમાવેશ થાય છે.