1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (16:32 IST)

અમને સરકાર કેમ અનામત આપી નથી રહી તેનો લેખિતમાં જવાબ આપો : હાર્દિક

હાર્દિકે વડાપ્રધાનની ડીજીટલ મીડિયાની કેમ્પેઈન પર પણ સવાલો ઉભા કરતા કહ્યું કે આ કેવું મોડલ છે જેમાં દિવસો સુધી ઈંટરનેટ બંધ રહે છે. 
 
હાર્દિકે પટેલે ગુજરાત મોડેલ પર સવાલો કહ્યું કે ગુજરાત મોડેલોનો ખોટો પ્રચાર કરનાર પીએમ અને તેમના પછી ગુજરાતના સીએમ પદે બીરાજમાન આનંદીબેન મારા સવાલોના જવાબ આપે કે ખેડૂત હિત અને ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ હોવાની વાતો વચ્ચે સાત દિવસમાં 2 ખેડૂતોની આત્મહત્યા થઈ છે અમે પૂછીએ છે કે આવું ગુજરાત મોડેલ છે ? 
 
ગુજરાતમાં પોલિસનું ભૂમિકા પર હાર્દિકે સવાલો ઉભા કરતા જણાવ્યું કે રાજ્યમાં દારૂના અડ્ડા ધમધમે છે ત્યાં પોલિસ કેમ કંશું કરતી નથી ? ઓફિસરો દ્વારા પોલિસ કર્મચારિઓને બંધક બનાવાય છે ત્યારે પોલિસ કંશું કરતી નથી અને નિર્દોષ પાટીદારો પર દમન ગુજારાય છે. 
 
હાર્દિકે સરકાર અને પોલિસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે પોલિસોએ 8 નિર્દોષ પાટીદરોની હત્યા કરી નાખી એ પછી પણ તેમની સામે કાર્યવાહી નથી થઈ રહી . પાટીદારો શાંતિના માર્ગે જીએમડીસી ગ્રાઉંડ પર આંદોલન કરી રહ્યા હતા ત્યારે આંદોલને તોડી પાડવા માટે લાઠીચાર્જ કરાવ્યો . પોલિસો દ્વારા રાત્રે સોસાયટીમાં ઘૂસીને પાટીદારોની મિલકતને નુક્શાન પહોંચાડવામાં આવ્યું. માતા-બહેનોને ખરાબ ગાળો બોલવામાં આવી.