સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ચંદીગઢ , ગુરુવાર, 28 જૂન 2007 (10:17 IST)

ડેરા પ્રમુખની ધરપકડને મંજૂરી

ચંદીગઢ (યુએનઆઇ) 28 જૂન ગુરૂવાર. પંજાબ સરકારે બુધવારે રાજ્યનાં ગૃહ વિભાગને ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની ધરપકડ કરવાની મંજૂરી આપી છે.

સત્તાવાર માહિત અનુસાર ડેરા પ્રમુખની ધરપકડની મંજૂરીનો આદેશ બુધવારની રાત્રે રાજ્યનાં એટર્ની જનરલનાં ઓફીસથી આપવામાં આવ્યો હતો. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહનાં વિરૂદ્ધ ગત મહ‍િને ભટીંડાનાં સ્થાનીક લોકોની ફરીયાદને કારણે તેમની ઉપર કલમ 295 એ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

ભટીંડાની એક અદાલતે ડેરા પ્રમુખના વિરૂદ્ધ બિન જામીન પાત્ર વૉરંટ બજાવતાં પંજાબ પોલીસે તેની ધરપકડ કર્યાં પહેલાં રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાનો આદેશ આપ્યો હતો.