મધ્યપ્રદેશમાં હિંસામાં 3ના મોત

મધ્યપ્રદેશ| વાર્તા| Last Modified શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 (21:35 IST)

મધ્યપ્રદેશના બુહરાનપુરમાં દશેરાના દિવસોમાં થયેલી સાંપ્રદાયિક અથડામણ બાદ શુક્રવારે ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતાં, અને 17 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી છે, જેમાં પાંચ પોલીસ જવાનોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

પરિસ્થિતિ તણાવગ્રસ્ત બનતા આખા જિલ્લામાં બંધનું એલાન કરી દેવામાં આવ્યુ છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક સંજીવ કુમાર સિંહે જણાવ્યુ કે મારકાટમ, આગચાંપી પર ઉતરી આવેલી ભીડ પર કાબૂ મેળવવા પોલીસે ગોળીબાર પણ કર્યો હતો. ઘાયલોને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો :