મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે-પવાર

ઔરંગાબાદ| વાર્તા|

કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપીનાં અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રિમંડળનું નજીકનાં ભવિષ્યમાં વિસ્તરણ કરવામાં આવશે.

જલગાંવમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા શરદ પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી લોકસભાની સાથે કરવામાં આવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી આગામી વર્ષે માર્ચ અને મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં ચુંટણી યોજાવાની છે. તેમણે કોંગ્રેસ સાથે મળીને ચુંટણી લડવાની ઘોષણા કરે છે. આ અંગે ચર્ચા કરવામાં આવશે.
પવારે જણાવ્યું હતું કે રાજ્યનું મંત્રીમંડળનાં વિસ્તારમાં એનસીપીને ત્રણ સ્થાન મળશે. તેમણે સંકેત આપ્યો કે મુંબઈ અને ગઢચિરોલીને પ્રાથમિકતા આપવામાં આવશે.


આ પણ વાંચો :