જમ્મુમાં આતંકવાદીઓની ઘુસણખોરી

જમ્મુ| ભાષા| Last Modified રવિવાર, 31 ઑગસ્ટ 2008 (17:36 IST)

જમ્મુનાં ચિન્નોર વિસ્તારમાં કેટલાંક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. તેમણે સમગ્ર શહેરમાં કર્ફ્યુ લગાવી દીધો છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યાનુસાર કેટલાંક સ્થાનીય લોકો દ્વારા આતંકવાદીઓને જોયા હોવાનાં અહેવાલ બાદ જમ્મુમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. ચિન્નોરમાં ગત 27 ઓગસ્ટનાં રોજ થયેલા આતંકી હુમલામાં 9 લોકોનાં મોત થયાં હતાં.

ચિન્નોરમાં ક્ષેત્રમાં આતંકીઓની હાજરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ તલાસી અભિયાન શરૂ કર્યું છે. તો કેટલીક જગ્યાએ સુરક્ષા દળોને પણ જાણ કરી દેવામાં આવ્યું છે.
તો અમરનાથ સંઘર્ષ સમિતિએ સવારે એક રેલી યોજી હતી. જેમાં હજારો નાગરિકો સ્વંયભૂ હાજર રહ્યાં હતાં. તેમણે કર્ફ્યુનો ભંગ કરીને રસ્તા પર આવી ગયા હતાં અને, પ્રદર્શનો યોજ્યાં હતાં. તેથી પોલીસને લાઠીચાર્જ અને ટીયરગેસનો સેલ છોડવા પડ્યાં હતાં.


આ પણ વાંચો :