ભારત-બાંગ્લાદેશ વચ્ચે નવો અધ્યાય-પીએમ

નવી દિલ્હી| ભાષા|

વડાપ્રધાન મનમોહનસિંહે બાંગ્લાદેશમાં યોજાયેલી ચુંટણીમાં શેખ હસીનાની શાનદાર જીત બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવી સરકાર ભારતની સમસ્યાઓને ધ્યાન રાખીને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા કામ કરશે.

સિંહે શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. તેમજ તેમનાં સંદેશા સાથેનો પત્ર વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીને ઢાકાની યાત્રા પર મોકલશે.

સિંહે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધો વિકસશે, તો તે બંને દેશનાં નાગરિકોનાં હિતમાં છે. તેમજ શેખ હસીનાને ભારત યાત્રા પર આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું.


આ પણ વાંચો :