ડો. રાજેશ તલવાર જ્યુડિશીયલ કસ્ટડીમાં

નોઈડા | ભાષા| Last Modified શુક્રવાર, 30 મે 2008 (16:26 IST)

નોઈડા. આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં સંડોવાયેલા ડો. રાજેશ તલવારના રિમાન્ડ પુરા થતાં પોલીસે તેમને અત્રેની કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે તેમને બે જુન સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

દેશભરમાં ચકચાર જગાવનાર આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં ડો. તલવારની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેમને અત્રેની કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પુરા થતાં તેમને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને બે જુન સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.


આ પણ વાંચો :