શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

14મી લોકસભા સમાપ્ત

14મી લોકસભાનું છેલ્લું સેશન ગુરૂવારે સમાપ્ત થઈ ગયું છે. આ સાથે લોકસભાનું આગામી સેશન ચુંટણી બાદ નવી સરકાર રચાયા બાદ મળશે. આ પ્રસંગે મહિલા આરક્ષણ બિલ પસાર ન થઈ શકવા બદલ સ્પીકરે અફસોસ જાહેર કર્યો હતો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. તેમજ સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. સ્પીકર સોમનાથ ચેટર્જીએ દરેક સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. તો બીજી બાજુ ભોલપુરનાં એમપીએ જાહેરાત કરી હતી કે ચુંટણી લડી રહ્યાં નથી.

હ્રદયનું ઓપરેશન કરાવનાર વડાપ્રધાન મનમોહનસિંહ અંતિમ દિવસે હાજર રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી. પણ ઈન્ફેકશનનાં ડરને કારણે તે ગેરહાજર રહ્યાં હતા.