ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 10 એપ્રિલ 2015 (18:08 IST)

20 વર્ષ સુધી નેહરૂએ સુભાષચંદ્ર બોઝના પરિવારજનોની જાસૂસી કરાવી હતી ?

ભારતના પહેલા વડા પ્રધાન જવાહર લાલ નેહરૂએ બે દાયકા સુધી નેતાજી સુભાષ ચંદ્ર  બોઝના પરિવારજનોની જાસૂસી કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુપ્ત સૂચીમાંથી હટાવવામાં આવેલી ગુતચર એજન સીઓની બે ફાઈલમાં માધ્યમથી આ ખુલાસો થયો છે . આ ફાઈલોથી જાણવા મળે છે કે 1948થી 196 8 વચ્ચે સુભાષચંદ્ર બોઝના પરિવાર પએઅ ચાંપતી નજર રખાઈ હતી. 
 
આ 20 વર્ષમાં 16 વર્ષ સુધી તો નેહરૂ દેશાન વડા પ્રધાન હતા એટલે કે આ 16 વર્ષ સુધી તો નેહરૂ દેશના વડા પ્રધાન હતા એટલે કે આ 16 વર્ષ દરમિયાન ગુપ્તચર વિભાગ તેની નીચે જ કામ કરતું હતું મતલબ કે  ખુદ નેહરૂએ બોઝના પરિવારજનો પર નજર રાખવા માટે ગુપ્તચર વિભાગને આદેશ કર્યો હશે. 
 
આ ફાઈલોમાં બોઝના કોલકાતા ખાતે આવેલા નિવાસસ્થાનની જાસૂસીનો ઉલ્લેખ છે.બોઝના ઘર પર જાસૂસી કરવાની શરૂઆત અંગ્રેજ શાસન વખતે થઈ હતી . જો કે અંગ્રેજોના ચાલ્યા બાદ પણ બે દાયકા સુધી નેહરૂએ બોઝના પરિવારજનોની જાસૂસી ચાલૂ રખાવી હતી. સરકારી જાસૂસોને બોઝના પરિવાર્જનોની વિદેશયાત્રા અને સ્થાનિક યાત્રા પર ખાસ નજર રાખી હતી એવું લાગે છે કે સરકારનો ઈરાદો એ જાણવાનો હતો કે બોઝના પરિવાર્જનોનો કોને મળે છે અને શું વાત કરે છે. 
 
હાથથી લખેલી કેટલાક સંદેશાઓથી માલૂમ થાય છે કે જાસૂસો બોઝ પરિવારની દરેક ગતિવિધિ વિશે આઈબી હેડ્ફકવાર્ટર કે જેને સિક્યોરિટી કંટ્રોલ કહે છે ત્યાં ફોન કરતા હતા જો કે ક્યા કારણોસર જાસૂસી કરાવવામાં આવી હતી. તે જ હજુ જાણી શકાયુ નથી જાણવા મળ્યા મુજબ તત્કાલિન સરકારે બોઝના બે ભત્રીજા શિશિર કુમાર અને અમિય નાથ પર ચાંપતી નજર રાખી હત એ શરતચંદ્ર બોઝના આ બન્ને પુત્રો સુભાષચંદ્ર બોઝની ઘણ નજીક હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝની પત્ની એમિલી  ઓસ્ટ્રિલિયા રહેતી હતી અને શિશિર અમિય એમ બન્ની એમિલીના નામે પત્રો પણ લખ્યા હોવાનું સામે આવ્યું છે.  
 
બોઝ પરિવારની જાસૂસી 20 વર્ષ સુધી કરવામાં આવી તેવા ઘટસ્ફોટથી બોઝના પરિવારજનો હેરાન છે.પરિવારજનનું કહેવું છે કે જાસૂસી એવા લોકોની કરવની હોય જેમણે કોઈ ગુનો કર્યો હોય અથવા કોઈ આતંકવાદી સાથે સંબંધ હોય સુભાષચંદ્ર બોઝ અને તેમના પરિવારજનોએ તો દેશ માટે લડાઈ લડી હતી તો પછી તેમના પરિવારજનોની જાસૂસી કેમ કરવામાં આવી.