ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 5 ઑગસ્ટ 2009 (14:23 IST)

26/11નો અહેવાલ જાહેર કરવા સામે વાંધો

સુપ્રિમ કોર્ટે 26/11ના ત્રાસવાદી હુમલા કેસ અંગેનો અહેવાલ જાહેર કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. સુપ્રિમ કોર્ટે મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલા બાદ સરકારના પ્રતિસાદ અંગે પ્રધાન કમિટીનો અહેવાલ સુપરત કરવાના મહારાષ્ટ્ર સરકારને મુંબઇ હાઇકોર્ટના આદેશ ઉપર મનાઇ હુકમ મુકયો હતો.

આ ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે જાહેર ચકાસણીની સમીક્ષામાં આ અહેવાલ લાવવાની બાબતથી કોઇ હેતુ પૂર્ણ થશે નહીં. જેથી આ અહેવાલને સાર્વજનિક કરવાની કોઇપણ જરૂર નથી.

રાજય સરકારે તાજેતરના મોનસૂન સેશન દરમિયાન વિધાનસભામાં પેનલના સંપૂર્ણ તારણો રજુ કર્યા ન હતા. બદલામાં એકશન ટેકન રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.

સુપ્રિમ કોર્ટ 21મી ઓગષ્ટના દિવસે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરશે. એડવોકેટ વી.પી. પાટીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રિમ કોર્ટે આ આદેશ કર્યો હતો. પાટીલે આતંકવાદી હુમલાને રોકવામાં નિષ્ફળતા બદલ ટોચના પોલીસ અને ઇન્ટેલિજન્સ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગણી કરી હતી.તેઓએ મોડેથી વધુ એક અરજી દાખલ કરી હતી અને પ્રધાન કમિટીના રિપોર્ટની કોપી માગી હતી.