શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2012 (10:56 IST)

2જી સ્પેક્ટ્રમ બાબતે સોનિયા કેમ મૌન છે - બાલ ઠાકરે

P.R
2 જી સ્પેક્ટ્રમ કેસમાં સુપ્રીમ કોર્ટે 122 લાયસન્સ રદ કરી દીધા છે ત્યારે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ આ મામલે સોનિયા ગાંધીનાં મૌન સામે સવાલ ઉઠાવ્યો છે.

બાલ ઠાકરેએ કહ્યું છે કે આ મામલે સોનિયા ગાંધી કેમ ચૂપ છે ! તેમણે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સામે પણ આકરા પ્રહાર કરતા કહ્યુ કે તેઓ માયાવતીનાં ભ્રષ્ટાચારની વાતો કરે છે, પરંતુ પોતાની જ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે મામલે કંઇ નથી બોલી રહ્યા.

બાલ ઠાકરેએ વધુમાં કહ્યું કે જો કોંગ્રેસ ખરેખર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતી હોય તો માત્ર ગૃહપ્રધાન ચીદમ્બરમે જ નહીં પરંતુ વડાપ્રધાન મનમોહનસિંહે પણ રાજીનામું આપી દેવું જોઇએ.

તેમણે કહ્યુ કે દુનિયાનાં આ સૌથી મોટા ગોટાળાને માત્ર એક મંત્રી પર નાંખી દઇને કોંગ્રેસ પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની એક ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જો ચિદમ્બરમે યોગ્ય નિર્ણયો લીધા હોત તો આ કૌભાંડ અટકાવી શકાયું હોત.