બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (12:45 IST)

7/11ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલામાં પાંચને ફાંસી, 7ને ઉંમરકેદ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 7/11 સીરિયલ ટ્રેન બ્લાસ્ટ મામલે સેશન કોર્ટે બુધવારે બધા દોષીયોને સજા સંભળાવી. કોર્ટે પાંચ દોષીઓને ફાંસી અને સાતને ઉંમરકેદની સજા સંભળાવી છે. આ પહેલા અભિયોજન પક્ષે આઠ લોકોને ફાંસીની સજાની માંગ કરી હતી. સ્પેશ્યલ મકોકા જજ યતિન શિંદેએ આસિફ ખાન, નાવેદ, અહતેશામ, મોહમ્મદ શેખ, કમલ અંસારીને ફાંસીની સજા સંભળાવી. 
 
બીજી બાજુ દોષીઓના વકીલોએ કોર્ટના નિર્ણય પછી કહ્યુ છે કે તેઓ સેશન કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. ઉલ્લેખનીય છે કે 2006માં લોકલ ટ્રેનમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં 188 લોકોનુ મોત થયુ હતુ. જ્યારે કે 829 મુસાફરો ઘાયલ થઈ ગયા હતા.  
 
આ મામલે વિશેષ જજે ગયા અઠવાડિયે સજા પર દલીલોને લઈને સુનાવણી પુરી કરી. વિશેષ મકોકા કોર્ટે 23 સપ્ટેમ્બરના રોજ સજા પર પોતાના નિર્ણયને 30 સપ્ટેમ્બર સુધી માટે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. સ્પેશ્યલ લોક અભિયોજક  રાજા ઠાકરેએ જે લોકોને ફાંસીની સજા સંભળાવવાની માંગ કરી છે તેમના નામ એહતેશન સિદ્દીકી, અસિફ ખાન, ફાઈ સાલ શેખ, નાવેદ ખાન, ડોક્ટર તનવીર અંસારી, મોહમ્મદ અલી અને સાજિદ અંસારી છે. 
 
ઉલ્લેખનીય છે કે 21 સપ્ટેમ્બરના રોજ બચાવ પક્ષના વકીલ યુગ ચૌઘરીએ કહ્યુ હતુ કે અપરાધને અંજામ લશ્કર-એ-તૈયબા માટે કામ કરનારા આજમ ચીમાએ આપ્યો હતો. બીજી બાજુ બ્લાસ્ટના દોષીઓએ  ધમાકા પીડિત પરિવારો પાસે માફી માટે વિનંતી કરી છે. બધા 12 દોષીઓએ પત્ર લખીને કહ્યુ છે કે જે રીતે તમે બ્લાસ્ટ પીડિત છો એ જ રીતે અમે સિસ્ટમ પીડિત છીએ. અમને ન્યાય અપાવવામાં મદદ કરો.