શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 30 એપ્રિલ 2013 (16:50 IST)

84 શીખ રમખાણ : સજ્જન સિંહ નિર્દોષ, પાંચ આરોપી દોષી

P.R
સિખ રમખાણોમાં કોર્ટએ કોંગ્રેસનેતા સજ્જન કુમારને નિર્દોષ જાહેર કરી દીધા છે. સજ્જન કુમાર 84માં દિલ્હી કૈટમા થયેલ રમખાણોમાં આરોપી હતા. સજ્જન પર દિલ્હી કૈટમાં ભીડને ઉશ્કેરવાનો આરોપ હતો. કડકડડૂમા કોર્ટે આજે સજ્જને મુક્ત કરી દીધા. કોર્ટે આ બાબતે 5 આરોપીઓને દોષી ઠેરવ્યા છે . કુલ 6 આરોપીઓમાંથી 3ને હત્યાના દોષી અને બે ને રમખાણો ફેલાવવા બદલ દોષી ઠેરવ્યા છે. સજ્જન કુમાર મુક્ત થઈ ગયા. જાણવા મળ્યુ છેકે નિર્ણયથી નારાજ એક વ્યક્તિએ જજ તરફ જોડુ ફેક્યુ. એટલુ જ નહી નિર્ણય સાંભળ્યા બાદ સજ્જન કુમારની આંખોમાં આસૂ હતા અને તેઓ રડી રહ્યા હતા.

સજ્જન કુમાર પર હુમલાનો પ્રયાસ

સજ્જન કુમાર કોર્ટમાંથી મુક્ત થય આ બાદ પીડિત પરિવારોમાં આક્રોશ હતો. પીડિત પરિવારના કોઈ વ્યક્તિએ સજ્જન કુમાર પર હુમલાનો પ્રયત્ન પણ કર્યો. જેને કારણે સજ્જન કુમારને કોર્ટના એ રસ્તેથી બહાર કાઢવામાં આવ્યા જ્યાથી જજ બહાર જાય છે. પીડિત પરિવારનુ કહેવુ છે કે તેઓ કડકડ્ડૂમા કોર્ટના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે. જે ત્રણ લોકોને દોષી ઠેરવ્યા છે તેમા બલવાન ખોકર, ભાગમન અને ગિરધરનો સમાવેશ છે. કોર્ટના આ નિર્ણયનો વિરોધ પણ થયો.

શુ હતો મામલો

સીબીઆઈના મુજબ સજ્જન કુમાર 1984 રમખાણોના ષડયંત્રના સૂત્રધાર હતા. જેમણે ભીડને ઉશ્કેરી અને દિલ્હી પોલીસ હુમલાવરોને રોકવાને બદલે ચુપચાપ તમાશો જોતી રહી. સિખ વિરોધી રમખાણોની તપાસ માટે બનેલ નાણાવતી આયોગની ભલામણોના આધાર પર સીબીઆઈએ 2010મા ચાર્જશીટ ફાઈક્લ કરી હતી.

ચાર્જશીટમાં સીબીઆઈએ પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમાર, પૂર્વ એમએલએ મહેન્દ્ર યાદવ ને પૂર્વ પાર્ષદ બલવાન ખોખર સહિત 6 લોકો પર હત્યા, રમખાણો ફેલાવવા,ચોરી, લૂંટફાંટ, સંપત્તિને નુકશાન કરવી જેવા વિવિધ ષડયંત્ર રચવા બદલ આરોપ લગાવ્યા હતા. સજ્જન કુમાર મુખ્ય આરોપી હતા અને તેમના પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો.