ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પટના , ગુરુવાર, 26 માર્ચ 2009 (14:13 IST)

BSP ઉમેદવારની ધરપકડ

ગયા મહિને બિહારનાં નવાદામાં થયેલી 10 પોલીસકર્મીઓની હત્યાના મામલામાં આજે બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) લોકસભાના ઉમેદવાર અર્જુન રવિદાસની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોનાં જણાવ્યાનુસાર જમુય લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા બીએસપીનાં ઉમેદવાર રવિદાસની આજે એ સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ જિલ્લા કલેક્ટર કચેરીએ નામાંકન પત્ર ભરવા આવ્યાં હતાં. આ મામલામાં સંદિગ્ધ અન્ય ત્રણ માઓવાદીઓની ગત નવ ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસનાં જણાવ્યાનુસાર ગત મહિને નવાદામાં આશરે 100 માઓવાદીઓએ 18 પોલીસકર્મીઓની ટુકડી પર હુમલો કર્યો હતો જેમાં 10 પોલીસકર્મી મૃત્યુ પામ્યાં હતાં. આ હુમલા દરમિયાન માઓવાદીઓએ પોલીસની 11 બંદૂકો પણ લૂટી લીધી હતી.