ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

NRHM મુદ્દો : કુશવાહ પર સીબીઆઈનું દબાણ, ચારની ધરપકડ

PTI
ઉત્તરપ્રદેશના બહુચર્ચિત નેશનલ રુરલ હેલ્થ મિશન કૌભાંડમાં બાબુસિંહ કુશવાહ પર સીબીઆઇનું દબાણ વધી રહ્યુ છે. કુશવાહનાં સાથી સહિત કુલ ચારની ઘરપકડ થઇ છે. બાબુસિંહ કુશવાહનાં એક સમયનાં અગત્યનાં સાથી એવા ઉત્તર પ્રદેશનાં અગત્યનાં નોકરશાહ પી. કે. જૈનની સીબીઆઇએ ધરપકડ કરી છે.ત્યાર બાદ લઘુ ઉદ્યોગ નિગમનાં ચેરમેન અભય વાજપેયી,ફેમેલી વેલફેરનાં મેનેજર એસ. પી. રામ અને સૌરભ જૈનનો પણ સમાવેશ થાય છે.

ચારની ધરપકડ થયાં બાદ સીબીઆઇનો પંજો હવે કુશવાહ પર પડી શકે છે. 10000 કરોડનાં આ કથિત કૌભાંડમાં જૈન એ કન્સ્ટ્રક્શન અને ડિઝાઇન મેનેજર હતાં. આ અગાઉ કુશવાહનાં ઠેકાણે પણ સીબીઆઇએ દરોડા પાડીને અગત્યનાં દસ્તાવેજો જપ્ત કર્યાં છે. આ જ કાંડમાં નામ બહાર આવ્યા બાદ યૂપીનાં મુખ્યમંત્રી માયાવતીએ કુશવાહને બરખાસ્ત કર્યાં હતાં ત્યાર બાદ કુશવાહા ભાજપમાં જોડાયા હતાં.

આ અગાઉ જૈનને સીબીઆઇએ ગાઝિયાબાદની કોર્ટમાં પેશ કરીને 13 જાન્યુઆરી સુધીની કસ્ટડી મેળવી છે.આ કાંડમાં સીબીઆઇએ સરકારી અને ખાનગી સેક્ટરનાં અધિકારીઓ સામે તપાસ શરુ કરી છે કે જેમાં યૂપીનાં 72 જીલ્લામાં કેન્દ્રની આ મહત્વકાંક્ષી યોજનાનાં અમલીકરણમાં મોટો ગોટાળો થયો હતો.