શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 9 જુલાઈ 2016 (11:43 IST)

આતંકી બુરહાનના માર્યા જવાથી કાશ્મીરમાં તનાવ, ઈંટરનેટ બંધ, અમરનાથ યાત્રા રોકવામાં આવી

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં શુક્રવારે સાંજે સુરક્ષાબળ સાથે મુઠભેડમાં હિજબુલ મુજાહિદ્દીનના વાંછિત આતંકવાદી બુરહાન વાનીના માર્યા જવાના વિરોધમાં બધા અલગાવવાદી સંગઠનોએ હડતાલનુ આહ્વવાન કર્યુ છે.  જેના કારણે શ્રીનગરમાં સુરક્ષા ચુસ્ત કરવામાં આવી. 
 
સ્થાનીય પ્રશાસને પુલવામા, સોપિયા અને અનંતનાગમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. બારામુલા-કાજીગુંડ ટ્રેન સેવાઓ પ્રભાવિત થયા છે. શ્રીનગરમાં મોબાઈલ ઈંટરનેટ સેવાઓ હાલ બંધ કરવામાં આવી છે. આજે થનારી બધી બોર્ડ પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવી છે 
 
બુરહાન હિજબુલ મુજાહિદ્દીનના વાંછિત કમાંડર હતા અને તેના પર 10 લાખ રૂપિયાનુ ઈનામ હતુ. દક્ષિણી કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાબળો સાથે ભીષણ મુઠભેડમાં બે અન્ય આતંકવાદી પણ માર્યા ગયા. 
 
શાળા બોર્ડે આજે થનારી 11મી કક્ષાની પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ અનેક સરકારી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયોમાં 12મા ધોરણની આંતરિક પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.  બોર્ડે કહ્યુ કે આ પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત પછી કરવામાં આવશે. 
 
અમરનાથ યાત્રા રોકવામાં આવી 
 
કાશ્મીર ઘાટીમાં તનાવ પછી અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. શનિવારે કોઈપણ તીર્થયાત્રીને જમ્મુથી અમરનાથ યાત્રા માટે રવાના ન કરવામાં આવ્યા. 
 
જમ્મુથી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ, "હિજબુલ મુજાહિદ્દીન કમાંડર બુરહાન વાનીના માર્યા ગયા પછી તનાવને કારણે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી કોઈપણ યાત્રીને કાશ્મીર જવાની અનુમતિ આપવામાં નથી આવી. 
 
તેમણે કહ્યુ, "આ સ્થિતિની પછી સમીક્ષા કરવામાં આવશે. ત્યા સુધી અમરનાથ યાત્રા રોકાયેલી રહેશે.