શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 નવેમ્બર 2016 (15:47 IST)

નોટબંધી કરી ત્યારથી વિપક્ષી નેતાઓ એક થઈ ગયા-અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે નોટબંધી મામલે વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની આંખોમાં ઈટાલિયન ચશ્મા લાગ્યા છે આથી તેમને કશું જ સારું દેખાતુ નથી. આથી આવા વિચિત્ર નિવેદનો આપી રહ્યાં છે. નોટબંધી પર વધુ પ્રહારો કરતા તેમણે કહ્યું કે જ્યારથી મોદીજીએ નોટબંધી કરી ત્યારથી સપા, બીએસપી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી બધા એક થઈ ગયા છે, આ બધા ડરી ગયા છે. અમિત શાહે ચંડીગઢ ખાતે સેક્ટર 27 સ્થિત રામલીલા મેદાનમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યુ હતું. શાહે કાર્યકર્તાને જીતનો મંત્ર આપતા કહ્યું કે ભાજપ એવી પાર્ટી છે જ્યાં ગરીબ પણ પીએમ પદ સુધી પહોંચી શકે છે, આથી દરેક કાર્યકર્તા મનથી મહેનત કરે.