શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરૂ. , શુક્રવાર, 3 એપ્રિલ 2015 (14:50 IST)

અમારી ભૂલો શોધવાની છોડીને રાહુલને શોધે કોંગ્રેસ - અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય કાર્યકર્તાઓને આપતા પાર્ટી સભ્યોની સંખ્યા દસ કરોડ સુધી પહોંચાડવાનુ આશ્વાસન આપ્યુ. શાહે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનુ ઉદ્દઘાટન કરતા ભાજપાના દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાની માહિતી આપી જેનુ બધાએ કાર્યકર્તાઓએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યુ. તેણે વિશ્વાસ અપાવ્યો કે ટૂંક સમયમાં જ પાર્ટી દસ કરોડ સભ્ય બનવાનુ લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, નાણાકીય મંત્રી અરુણ જેટલી અને બાકી નેતાઓની હાજરીમાં શાહે મોદી સરકારના કામકારની પ્રશંસા કરતા કહ્યુ કે સરકારના દસ મહિનાના શાસનમાં ભારત ભ્રષ્ટાચાર મુક્ત રહ્યુ છે.  અને આમ આદમી વિશેષ કરીને ખેડૂતોના હિતોની રક્ષા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે ભાજપા પાર્ટીનો વિરોધ કરવાને બદલે કોંગ્રેસી પોતાના નેતા રાહુલ ગાંધીને શોધે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે સાહીઠ વર્ષના શાસનમાં ખેડૂતો માટે કશુ નથી કર્યુ.  
 
શાહે મજાક કરતા કહ્યુ એક અગાઉની સરકારમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નહોતા પણ બીજા બધા મંત્રીઓ પ્રધાનમંત્રી હતા. પણ આ સરકારમાં એવુ નથી. મંત્રીઓને અધિકાર આપવામાં આવ્યા છે. જે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે હવે જીઓએમ (મંત્રીઓનો સમુહ) નથી. પણ જરૂર પડતા ત્રણ-ત્રણ ચાર-ચાર મંત્રી પરસ્પર બેસીને નિર્ણય કરી લે છે.  
 
અમિત શાહે કહ્યુ, "વિપક્ષ નિરાશ અને હતાશ છે. તેમણે સરકારની ભૂલો શોધવાનુ છોડીને પોતાના નેતાને શોધવા જોઈએ" સ્પષ્ટરૂપે શાહનો ઈશારો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તરફ હતો. જે એક મહિનાથી વધુ સમયથી રજા પર છે. રાહુલની ગેરહાજરીને લઈને કોંગ્રેસ કોઈ સ્પષ્ટ જવાબ આપી નથી રહી.  જેથી પાર્ટીની મજાક ઉડી રહી છે.