શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 12 માર્ચ 2015 (15:35 IST)

તો હું સંન્યાસ લઈ લઈશ - સંજય સિહ

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રજુ કરવામાં આવેલ એક ઓડિયો ટેપ સામે આવ્યા પછી હવે આપ નેતા સંજય સિંહ ઘેરાતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા આસિફ મોહમ્મદે દાવો કર્યો છે કે સંજય સિંહે તેમને લાલચ આપી હતી.  જો સંજય સિંહે આરોપોથી ઈંકાર કર્યો તો તેઓ પુરાવા રજુ કરશે
 
બીજી બાજુ સંજય સિંહે કહ્યુ કે હું આસિફ મોહમ્મદને મળવા ગયો હતો,  પણ ક્યારેય પણ પૈસાની લેવડ-દેવડની વાતચીત નથી થઈ. જો પૈસાની લેવડ-દેવડની વાત સાબિત થાય છે તો હુ રાજનીતિક જીવનમાંથી સંન્યાસ લઈ લઈશ. સંજય સિંહે ઉપરથી આસિફ પર જ આરોપ લગાવ્યો કે તેઓ સરકાર બનાવવા માટે આતુર હતા. આ પ્રક્રિયામાં તેમણે નિતિન ગડકરી, રામવીર વિઘુડી જેવા બીજેપીના મોટા નેતાઓને મળવાની વાત કરી. 
 
સંજય સિંહે કહ્યુ કે આસિફ ત્યારે કહેતા હતા કે બીજેપી તેમને ઉપ મુખ્યમંત્રી બનાવી રહી છે. સંજય સિંહે કહ્યુ કે અમે તો ફક્ત તેમની રણનીતિ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે તેઓ કેવી રીતે બીજેપી સાથે મળીને સરકાર બનાવી રહ્યા હતા. સંજયે માન્યુ કે જે થઈ રહ્યુ છે તેનાથી પણ તેઓ દુ:ખી છે. 
 
આમ આદમી પાર્ટી પર સ્ટિંગ ઓપરેશનનો ઑડિયો સામે આવ્યા પછી કોંગ્રેસ નેતા આસિફ મોહમ્મદ અને મતીન અહમદે પણ કેજરીવાલ પર પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો. આસિફ મોહમ્મદે દાવો કર્યો કે સંજય સિંહ અને મનીષ સિસોદિયા સાથે તેમની મુલાકાત અનેક વાર થઈ.  આપ નેતા કોઈપણ રીતે કોંગ્રેસના 6 ધારાસભ્યોનું સમર્થન ઈચ્છતા હતા.