શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 28 ડિસેમ્બર 2015 (11:52 IST)

કોંગ્રેસની પત્રિકા 'કોંગ્રેસ દર્શન'માં નેહરુ અને સોનિયા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી

કોંગ્રેસની પત્રિકા 'કોંગ્રેસ દર્શન'માં છપાયેલ એક લેખ પર એ સમયે વિવાદ ઉભો થઈ ગયો જ્યારે લેખમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પર આપત્તિજનક ટિપ્પણી છાપવામાં આવી. લેખમાં સોનિયાના પિતાને ફાસીવાદ સૈનિક બતાવ્યા છે જ્યારે કે નેહરુના નિર્ણયો પર આંગળી ચિંધવામાં આવી છે. 
 
કોંગ્રેસની મુંબઈ યૂનિટના આ મુખપત્રમાં કહેવામાં આવ્યુ છે કે ભારત સામે કાશ્મીર, ચીન અને તિબ્બત જેવી સમસ્યાઓ માટે જવાહર લાલ નેહરુ જવાબદાર છે. તેમા સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે નેહરુને સ્વતંત્રતા સેનાની અને પૂર્વ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની વાત માનવી જોઈતી હતી. 
 
કોંગ્રેસ દર્શનમાં 15 ડિસેમ્બરના રોજ પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લખાયેલ એક લેખમાં પહેલીવાર નેહરુ અને પટેલ વચ્ચે મતભેદને ઉઠાવાયો. તેમા કહેવામાં આવ્યુ કે 'પટેલના ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી બનવા છતા બંને નેતાઓ વચ્ચે સંબંધો તનાવપૂર્ણ રહ્યા અને બંને વારેઘડીએ રાજીનામુ આપવની ધમકી આપતા રહ્યા.' 
 
ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યુ કે રાજીવ ગાંધી સાથે લગ્ન કરવાના ઘણા સમય પછી સોનિયાએ ભારતની નાગરિકતા અપનાવી હતી. સાથે જ તેમના પિતાને ફાંસીવાદી સૈનિકે બતાવ્યા છે.