શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 3 માર્ચ 2016 (11:09 IST)

JNU વિવાદ - આજે જેલમાંથી બહાર આવી શકે છે કનૈયા, કોર્ટે દેશપ્રેમનો પાઠ ભણાવ્યો

જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીના છાત્રસંઘ અધ્યક્ષ કનૈયા કુમારને 6 મહિનાની જામીન આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં કનૈયા તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યુ છે કે કનૈયાએ તપાસમાં સહયોગ કરવો પડશે. કનૈયા પર દેશદ્રોહનો કેસ છે. 
 
કનૈયાને મેજીસ્ટ્રેટની સામે 10000 રૂપિયાનુ બેલ બૉંડ પણ ભરવા માટે કહેવામાં આવ્યુ છે. અંતરિમ જામીનના કાગળ તિહાડ જેલ પહોંચ્યા પછી કનૈયાને મુક્ત કરવામાં આવશે. 
 
આ પહેલા કનૈયાને મુક્ત કરવાની માંગને લઈને જે.એન.યૂ.એસ.યૂના વિદ્યાર્થીઓએ આજે મંડી હાઉસથી સંસદ સુધી રોષ માર્ચ કાઢ્યો. વિદ્યાર્થી સંઘની ઉપાધ્યક્ષ શેહલા રાશિદ શોરાએ કહ્યુ કે તે આ મામલો પ્રધાનમંત્રી કાર્યાલય માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ગૃહમંત્રી સામે ઉઠાવશે.