શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 30 નવેમ્બર 2016 (11:19 IST)

આજથી સેલેરી મળવી શરૂ થઈ જશે, સરકારે કરી લીધી છે તૈયારી, 90% ATMમાંથી નીકળશે નવા નોટ

ગઈ 8 નવેમ્બરના રોજ નોટબંધીનુ એલાન કરવામાં આવ્ય હતુ અને આજે તેને 22 દિવસ થઈ ગયા છે. આગામી થોડા દિવસોમાં બેંક અને એટીએમની બહાર લાગનારી લાઈન વધુ લાંબી થઈ શકે છે. કારણ પ્રથમ તારીખ મતલબ એ દિવસ જ્યારે નોકરિયાત લોકોના ખાતામાં સેલેરી આવે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા કેંન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)એ નોટબંધી પછી પ્રથમ સેલેરીના મોટા દિવસ માટે મોટી તૈયારી શરૂ કરી દીધી છે. 
 
2 લાખમાંથી 1.70 લાખ ATM અપડેટ 
 
દેશભરમાં 2 લાખમાંથી લગભગ 1 લાખ 70 હજાર એટીએમ અપડેટ થઈ ચુક્યા છે અને આજે 90 ટકા મતલબ 1 લાખ 80 હજાર એટીએમમાંથી નવા નોટ નીકળવા શરૂ થઈ જશે. એક એટીએમમાંથી ચાર કેસેટ મતલબ ખાંચા હોય છે. જેમા નોટ ભરવામાં આવે છે. દરેક કેસેટમાં અઢી હજાર નોટ નાખવામાં આવે છે. મતલબ એક એટીએમમાંથી એકવારમાં દસ હજાર નોટ ભરવામાં આવે છે. હવે જો તેમા 2000, 500 અને 100ના નોટ ભરવામાં આવે તો વધુથી વધુ 44 લાખ રૂપિયા જમા થશે અને એટીએમની લાઈનમાં ઉભેલો એક માણસ 2500 રૂપિયા કાઢે તો દરેક એટીએમમાંથી લગભગ 1760 લોકોને એકવારમાં એટીએમમાંથી પૂરા પૈસા હોય તો પોતાને માટે 2500 કાઢી શકશે. જો બે લાખ એટીએમ કામ કરવા લાગે તો એકવારમાં 35 કરોડ લોકો પૈસા કાઢી શકશે. 
 
સરકાર તરફથી આ પગલા ઉઠાવવામાં આવશે 

વર્તમાન દિવસોમાં એટીએમ પર લાઈન લાંબી ન હોય અને લોકોને વધુ પરેશાની ન થાય એ માટે સરકાર તરફથી પગલા ઉઠાવવામાં આવશે. જેવા કે નક્કી સમયની અંદર ચોક્કસ સંખ્યામાં જ લોકોને એટીએમ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે અને  વધુ ઝડપથી રોકડ બીજીવાર ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે. 500 રૂપિયાના નોટની સપ્લાય વધારવાનુ કામ શરૂ થઈ ગયુ છે અને આશા છે કે આગામી એક અઠવાડિયાની અંદર વધુ પ્રમાણમાં આ નોટ મળવા લાગશે. 
 
20-30% વધુ રોકડની સપ્લાય કરવામાં આવશે 
 
આગામી મહિનાના આંકડાના આધાર પર જોવામાં આવે કે ક્યા કેટલી માત્રામાં નોટની જરૂર હોય. જે વિસ્તારમાં વધુ પૈસા કાઢવામાં આવે છે ત્યા વધુ રોકડ મોકલવામાં આવશે. જે બેંકોમાં સેલેરી અને પેશનના ખાતા વધુ છે. ત્યા રોજના મુકાબલે 20થી 30 ટકા વધુ રોકડ આપવામાં આવશે. 
 
કેશ ઉપરાંત કાર્ડ પેમેંટ દ્વારા બાકી ખર્ચ થઈ શકે છે 
 
હવે તમે બેંકમાં જેટલો પૈસો વૈદ્ય નોટમાં મતલબ  50,100, 500 અને 2000ના નવા નોટના રૂપમાં જમા કરશો તેને કાઢવા પર કોઈ રોક નથી. આ ઉપરાંત પહેલાની જેમ અઠવાડિયામા 24 હજાર રૂપિયા કાઢવાની વ્યવસ્થા કાયમ છે. મતલબ સેલેરી આવતા તમે ધારો તો 24 હજારથી વધુ રોકડ પણ કાઢી શકો છો.  આ બધુ થતુ રહે એ માટે જરૂરી છે કે બેંકમાં કેશ ફ્લો મતલબ રોકડ આવવી ચાલુ રહે.