ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી. , સોમવાર, 21 ડિસેમ્બર 2015 (10:03 IST)

નિર્ભયા ગેંગરેપના સગીર આરોપીને કેદમાંથી મુક્તિ, સુરક્ષાને ધ્યાનમાં રાખતા એનજીઓને સોંપાયો

દિલ્હીમાં ત્રણ વર્ષ પહેલા બસમાં થયેલ ગેંગરેપના આરોપીને  ભારે વિરોધ પ્રદર્શન છતા રવિવારે સાંજે છોડી દેવામાં આવ્યો. સગીરની સુરક્ષાને ધ્યાનમા રાખતા તેની દેખરેખ માટે દિલ્હીના એક એનજીઓને તેને સોંપવામાં આવ્યો છે. સગીર રેપિસ્ટની મુક્તિના વિરોધમાં નિર્ભયાના માતા-પિતા સહિત અનેક લોકોએ રાજપથ અને ઈંડિયાગેટ પર પ્રદર્શન કર્યુ. પછી પોલીસે નિર્ભયાના પરિવારના લોકો સહિત અનેક બીજા લોકોને ડીટીસી બસોમાં ભરીને લઈ ગયા. 
 
સુપ્રીમ કોર્ટે શનિવારે સગીરની મુક્તિ પર રોક લગાવવાથી ઈંકાર કરી દીધો હતો. સોમવારે આ મામલે ફરીથી સુનાવણી થવાની છે. 
 
બીજી બ આજુ સગીરની મુક્તિના વિરોધમાં સાંજે નિર્ભયાના માતાપિતા અનેક બીજા લોકોએ ઈંડિયા ગેટ અને રાજપથ પર વિરોધ પ્રદર્શન કર્યુ.  ઈંડિયા ગેટની આસપાસ ધારા 144 લગાવવામાં આવી હતી. છતા લોકો ત્યા એકત્ર થયા. પ્રદર્શનને ધ્યાનમાં રાખતા પોલીસે લોકોએન ત્યાથી હટાવી દીધા. નિર્ભયાના માતાપિતાને પણ બસમાં ત્યાથી લઈ જવામાં આવ્યા. 
 
આ પહેલા દિલ્હી મહિલ આઅયોગે મુક્તિ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં વિશેષ સુનાવણી અરજી લગાવી હતી. સુપ્રીમ કોર્ટની એક અવકાશકાલીન બેચે સુનાવણી કરતા મુક્તિ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. સાથે જ આ મામલાની સુનાવણી માટે સોમવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. 
 
મહિલા આયોગ એવુ માનીને ચાલી રહી હતી કે મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો ગયો હોવાથી સગીરની મુક્તિ નહી થાય. પણ રવિવારે લગભગ સાઢા પાંચ વાગ્યે સગીરની મુક્તિના સમાચાર આવ્યા. તેને એક એનજીઓની સંરક્ષણમાં મુકવામાં આવ્યો છે.