ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ , બુધવાર, 8 ઑક્ટોબર 2014 (12:02 IST)

બિલાવલ ભુટ્ટોએ ફરી ઝેર ઓક્યુ, ઉડવા લાગી ટ્વિટર પર મજાક

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના પ્રમુખ નેતા બિલાવલ ભુટ્ટો જરદારી એક વાર ફરી મજાકના પાત્ર બની ગઈ છે. પાકિસ્તાની યુવા નેતા બિલાવલ ભુટ્ટોએ એક વાર ફરી ઝેર ઓક્યુ છે અને તેમના આ નિવેદનની મજાક ટ્વિટર પર ઉડાવવામાં આવી રહી છે. 
 
બિલાવલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર લખ્યુ એલઓસી પર સતત થઈ રહેલ હુમલાથી લાગે છે કે ભારતે ઈઝરાયેલ મોડલ અપનાવી લીધુ છે. મોદીએ એ સમજી લેવુ જોઈએ કે અમે ગુજરાતના પીડિતો જેવા નથી. અમે ભારતીય સેનાને જવાબ આપી શકીએ છીએ. 
 
બિલાવલના આ ટ્વીટમાં ઈઝરાયએલની સ્પેલિંગ ખોટી હતી. ત્યારબાદથી જ ટ્વિટર પર એકવાર ફરી લોકોએ બિલાવલ ભુટ્ટોની મજાક બનાવવી શરૂ કરી દીધી છે. ટ્વિટ્ર પર સવારથી જ #YoBilawalSoDumb ટ્રેંડ થઈ રહ્યુ છે. 
 
આ પહેલા પણ બિલાવલે કાશ્મીરને ભારત પાસેથી છીનવવાની વાત કહેવામાં આવી હતી. જ્યારબાદ પણ સોશિયલ મીડિયામાં લોકોએ બિલાવલની ખૂબ મજાક ઉડાવી હતી. બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યુ હતુ કે તે ભારત પાસેથી આખુ કાશ્મીર લઈને ઝંપશે.