શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 29 નવેમ્બર 2016 (15:10 IST)

જનધન ખાતામાં 15-15 હજાર રૂપિયા ટ્રાંસફર કરશે સરકાર

નોટબંધીથી પરેશાન સામાન્ય લોકોને સરકાર જલ્દી નાણાકીય રાહત આપી શકે છે.  નોટબંધીથી સરકારી ખાતામાં 2.5 લાખ કરોડથી 5 લાખ કરોડ રૂપિયા સુધી આવવાની શક્યતા છે. આવામાં આ કયાસ લગાવાઈ રહ્યા છે કે સરકાર સામાન્ય લોકોને ખાતામાં લગભગ 15 હજાર રૂપિયા ટ્રાંસફર કરી શકે છે. સૂત્રોએ જણાવ્યુ કે સરકાર જનધન ખાતામાં પૈસા ટ્રાંસફર કરવા પર ગંભીરતાથી વિચારી રહી છે અને જો આવુ થશે તો કુલ 25.4 કરોડ જનધન ખાતામાંથી 80 ટકા ખાતાધારકોને આનો ફાયદો મળી શકે છે.  તેનાથી સરકારનો રાજનીતિક જ નહી પણ આર્થિક મકસદ પણ પુરો થશે.   ચૂંટણી સાથે જ ફાઈનેશિયલ ઈન્ફ્રૂઝન પોગ્રામ પણ સરકાર માટે મુખ્ય છે.   એચડીએફસીના ચીફ ઈકોનોમિસ્ટ અભીક બરુઆએ  જણાવ્યુ કે સરકારનો હેતુ લોકોને એ બતાવવાનુ પણ હોઈ શકે કે કાળાનાણાની કમાણી એ પોતાની પાસે નહી પણ લોકોને આપી રહી છે. 
 
કોણે મળશે લાભ - કાળા નાણાની કમાણી તે પોતાની પાસે નહી પરંતુ સામાન્ય લોકોને આપી રહી છે. આ અંગેની જાહેરાત ૩૦મી ડિસેમ્બર પછી થાય તેવી શકયતા છે. બરૂઆના કહેવા મુજબ નાણા ટ્રાન્સફર થવાની રકમ એ બાબત ઉપર નિર્ભર થશે કે કેટલા રૂપિયા આવ્યા છે. હાલ 25.4 કરોડ જનધન ખાતા ખુલ્યા છે અને તેમા સતત વધારો થઇ રહ્યો છે.  મોટાભાગના ઝીરો બેલેન્સ ખાતેદારોને આનો લાભ મળશે. દેશમાં હાલ 25 કરોડ પરિવાર છે. સરકાર એ હવે નક્કી કરશે કે તમામ જનધન ખાતાઓને આ યોજનાનો લાભ મળવો જોઇએ ?  કે પછી એક પરિવારના એક જ ખાતાને લાભ મળવો જોઇએ. સિસ્ટમમાં હાલ 17 લાખ કરોડ રૂપિયા સરકયુલેશનમાં છે અને તેના 86 ટકા એટલે કે લગભગ 14.5 લાખ કરોડ રૂપિયા 500  અને 1000ની નોટ સ્વરૂપના છે. આમાંથી 8 લાખ કરોડ રૂપિયા નોટબંધી બાદ ડિપોઝીટ સ્વરૂપે બેંકોમાં જમા થઇ ચુકયા છે. એવી સંભાવના છે કે,  પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કીંગ સિસ્ટમમાં નહી આવે તેને રિઝર્વ બેંક ડિવિડન્ટ સ્વરૂપે સરકારને આપી દેશે. સરકાર આ રૂપિયાનો એક હિસ્સો ખાતેદારોને આપશે.  જો કે સરકારની આ યોજના સામે કોઇ પીઆઇએલ દાખલ કરે તો કાનૂની અડચણ ઉભી થાય તેમ છે. જો કે સરકાર મની ટ્રાન્સફરને સરકારી સબસીડી ગણાવી શકે છે