બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી. , સોમવાર, 27 ઑક્ટોબર 2014 (13:05 IST)

કાળા નાણા બાબતે જાહેર થયેલા 3 નામોમાં એક ગુજરાતી પણ ...

કાળા નાણા બાબતે જાહેર થયેલા 3 નામોમાં એક ગુજરાતી પણ ... 
 
બ્લેક મની મામલે આજે સુપ્રીમ કોર્ટેમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સોગંધનામામાં ત્રણ ભારતીયોના નામ મુકાતા દેશના બીઝનેસ સર્કલમાં સનસનાટી મચી ગઈ હતી. સુપ્રીમ કોર્ટમાં કરેલી  એકીડેવીટમાં કેન્દ્ર સરકારે રાજકોટના બુલિયન વેપારી પંકજ ચીમનલાલ લોઢિયાનુ નામ પણ મુકાતા ગુજરાતના સોના ચાંદીના વેપારીઓમાં ચકચાર મચી હતી. એ સિવાય સોગંધનામામાં જાણતી ડાબર કંપનીના માલિક પ્રદિપ બર્મન અને ગોવાની ખાણ કંપનીના માલિક રાધા ટિબ્લુના નામો કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા છે. 
 
જો કે આ સોગંધનામામા એકપણ રાજકારણીનું નામ નથી અને એ સિવાય દેશના કોઈ જાણીતા બીઝનેસ ગ્રુપના માલિકોના નામો નહી હોવાને કારણે સરકાર ઉપર વિરોધીઓએ  માછલા ધોવાના શરૂ કર્યા હતા. 
 
જાણીતા એક્ટીવીસ્ટ અને એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યુ કે સોગંધનામામાં અંબાણી જેવા મોટા ગ્રુપના નામો નહી હોવાને કારણે કાળા નાણાં બાબતે સરકાર ગંભીર નથી. એ સ્પષ્ટ થઈ ગયુ ક હ્હે જે નામો આવ્યા છે તે નાની માછલીઓ છે. પણ જેના 100 કરોડથી વધારે રૂપિયા વિદેશી બેંકોમાં છે તેના નામો સામે આવ્યા નથી. 
 
સરકારના સોગંધનામામાં જે નામો આવ્યા છે તેમના ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. મીડિયામાં રિપોર્ટ પ્રકાશિત થયા પછી ડાબર કંપનીએ ખુલાસો કરતા કહ્યુ હતુ કે તેમની કંપનીના ડિરેક્ટર પ્રદીપ બર્મનનું ખાતું સ્વીસ બેંકમાં છે. પણ એ જ્યારે નોન રેસીડેંટ ઈંડિયન (એનઆરઆઈ)નું સ્ટેટસ ધરાવતા હતા ત્યારનું એ ખાતુ છે.  
 
રાજકોટના સોના-ચાંદીના બુલિયન વેપારી પંકજ લોઢિયાએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે મારુ સ્વીસ બેંકમાં કોઈ એકાઉંટ નથી. અમારી જે કાઈ બુક ઓફ એકાઉન્ટ છે તે જાહેર કરેલ છે. મને ખુદને પણ મીડિયા દ્વારા જાણ થઈ છે.