શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 23 નવેમ્બર 2016 (11:26 IST)

નાબાર્ડ દ્વારા ખેડૂતોને કેશ આપશે સરકાર, ડેબિટ કાર્ડ પર 31 ડિસેમ્બર સુધી સર્વિસ ચાર્જ હટાવાયો

નોટબંધી વચ્ચે કેન્દ્દ્ર સરકારે પોતાના એક નિર્ણય દ્વારા ખેડૂતોને મોટી રાહત આપી છે. ખેડૂતોને નાબાર્ડ દ્વારા હવે ફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતલબ ખેડૂતોને હવે જીલ્લા સહકારી બેંકો દ્વારા પૈસા મળશે. સહકારી બેંકોને કેશ આપવામાં આવશે. આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે બુધવારે આ વાતની જાહેરાત કરતા કહ્યુ કે સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.  સાથે જ 31 ડિસેમ્બર સુધી ડેબિટ કાર્ડ પર સર્વિસ ચાર્જ નહી લાગે. 
 
શક્તિકાંત દાસે કહ્યુ કે બધા સરકારી સંગઠનો, સાર્વજનિક ઉપક્રમો અને સરકારી એજંસીઓને સલાહ આપવામાં આવી છે કે વેતન આપવા અને અન્ય ખર્ચા માટે ડિઝિટલ ચુકવણીનો ઉપયોગ કરો. સાર્વજનિક ક્ષેત્રના બેંક અને કેટલાક ખાનગી બેંક 31 ડિસેમ્બર સુધી ડેબિટ કાર્ડના વપરાશ પર સર્વિસ ચાર્જ હટાવવા રાજી થઈ ગય છે. ભારતીય રેલ 31 ડિસેમ્બર સુધી ઈ-ટિકિટ બુક કરાવતા સર્વિસ ટેક્સ નહી લે.  ફીચર ફોન દ્વારા કરવામાં આવેલ ડિઝિટલ લેવડ-દેવડ 31 ડિસેમ્બર સુધી સર્વિસ ટેક્સથી મુક્ત રહેશે. 
 
મુખ્ય જાહેરાતો પર નજર 
 
- નાબાર્ડ દ્વારા ખેડૂતોને ફંડ આપવાની વ્યવસ્થા 
- જીલ્લા સહકારી બેંકો દ્વારા મળશે પૈસો 
- સહકરી બેંકોને કેશ આપવામાં આવશે. 
- સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. 
- ઓનલાઈન ટ્રાંજેક્શન પર હાલ સર્વિસ ચાર્જ નહી લાગે 
- ડેબિટ કાર્ડ પર સર્વિસ ચાર્જ હટાવાયો 
- ઈ-વોલેટથી સ્વિચિંગ ચાર્જ હટાવાયો 
- રેલવેના ઈ-ટિકિટ પર સર્વિસ ચાર્જ 31 ડિસેમ્બર સુધી નહી લાગે 
- ઈ-વોલેટની લિમિટ 10 હજારથી વધી 20 હજાર થઈ 
- મોબાઈલથી ટ્રાંજ્કેશન પર ચાર્જ નહી લાગે 
- ટોલ પર ડિઝિટલ પેમેંટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 
- બધી સરકારી ચુકવણી ડિઝિટલ થશે. 
- રૂપે કાર્ડ પર ચાર્જ નહી લાગે.