ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: વારાણસી. , શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2015 (14:18 IST)

વારાણસીમાં મોદી - ગરીબી હટાવો નારા પર વિપક્ષ પર સાધ્યુ નિશાન, રીક્ષા ચાલકોને ઈ-રીક્ષાની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના લોકસભા ચૂંટણી ક્ષેત્રના એક દિવસીય પ્રવાસ પર પહોંચ્યા. નક્કી કાર્યક્રમ મુજબ પીએમ શુક્રવારે સવારે 10.40 વાગ્યે નવી દિલ્હીના બાબતપુર એયરપોર્ટ પર પહોંચ્યા.  જ્યા તેમણે રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યમંત્રી અખિલેશ યાદવે રિસીવ કર્યા. ત્યારબાદ પીએમ મોદીએ રિક્ષાચાલકોની મુલાકાત લીધી.  પછી વારાણસીના કન્ટોન્મેન્ટ ગાર્ડન પહોંચ્યા જ્યા તેમણે લોકોને સંબોધિત કર્યા. 
 
તેમણે કહ્યુકે કાશીના ભાગ્યને બદલવાની શુભ શરૂઆત થઈ ચુકી છે. અમે તકનીકથી ગરીબોનુ જીવન બદલીશુ. 60 વર્ષમાં ગરીબોના કલ્યાણ માટે સવાર-સાંજ ગરીબોના માત્ર નામ જપવાની પરંપરા બની જેને કોંગ્રેસે ખૂબ સારી રીતે નિભાવી અને આગળ પણ નિભાવતી રહેશે. 
 
આગળ બોલતા તેમણે કહ્યુ કે આ પરંપરામાંથી બહાર નીકળવાની જરૂર છે. આપણે ગરીબોને સાથે લઈને તેમનો વિકાસ કરવો પડશે.  આ માટે ગરીબોને હુનર શિખવાડવની જરૂર છે. અમારી સરકાર સ્કિલ ડેવલોપમેન્ટથી દેશના લોકોનું જીવન બદલશે. 
 
બીજી બાજુ આવી શક્યતાઓ બતાવાય રહી છે કે આ દરમિયાન પીએમ યૂપીના શિક્ષામિત્રોના પ્રતિનિધિયોની પણ ભેટ કરશે.  ઉલ્લેખનીય છેકે ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં જ લગભગ પોણા બે લાખ શિક્ષામિત્રોની નિમણૂંક રદ્દ કરી નાખી હતી. જ્યારબાદ ઉત્તર પ્રદેશના જુદા જુદા શહેરોમાં અત્યાર સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. 
 
આ ઉપરાંત પીએમ મોદીએ વારાણસીમાં વીજળી અને માર્ગ સંબંધી મહત્વપુર્ણ યોજનાઓની શરૂઆત કરી. પીએમ એકુલ 32 હજાર 612 કરોડના રોકાણવાળી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ. ત્યારબાદ પીએમ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ચોકમાં એક ટ્રોમા સેંટરનુ ઉદ્દ્ઘાટન કરવા પણ જવાના છે. 
 
રાષ્ટ્રીય સ્તર પર શરૂ થનારી સમેકિત વીજળી વિકાસ પરિયોજના 262 કરોડના રોકાણવાળી રિંગ રોડ 629.74 કરોડની વારાણસી-બાબતપુર ફોરલેનનો પણ સમાવેશ છે. આ ઉપરાંત તેમણે 601 રિક્ષા ચાલકોને ઈ રિક્ષા અને પૈડલ રિક્શા વહેંચી.  તેમના દ્વારા એક હજાર રિક્ષા ચાલકો, લારીવાળા અને ટ્રેક વિક્રેતાઓને સોલર લાલટેનની વહેંચણી કરવામાં આવી. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં પીએમ બન્યા પછી મોદીની વારાણસીની આ ત્રીજી મુલાકાત છે. આ પહેલા તેઓ ગયા વર્ષે 25 ડિસેમ્બરના રોજ અહી આવ્યા હતા. આ પહેલા ભારે વરસાદને કારણે 28 જૂન અને 16 જુલાઈના રોજ પ્રસ્તાવિત કાર્યક્રમ બે વાર રદ્દ થઈ ગયો હતો. 
 
મોદીના યૂપીના આ પ્રવાસ પર પણ અવરોધ ઉભો થવાની આશંકા બતાવાય રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હળવા ઝાપટા થવાની શક્યતા હતી. મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખતા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એસપીજીની એક ટીમ ગયા મંગળવારે જ શહેરમાં પહોંચી ગઈ હતી.