શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (15:38 IST)

જાણીતા શાયર અને ફિલ્મ ગીતકાર નિદા ફાજલીનુ નિધન, જાણો તેમના વિશે

ઉર્દૂના જાણીતા શાયર અને ફિલ્મ ગીતકાર નિદા ફાજલીનુ 8 ફેબ્રુઆરી સોમવારે મુંબઈમાં નિધન થઈ ગયુ છે. 12 ઓક્ટોબર 1938ના રોજ દિલ્હીમાં જન્મેલા નિદા ફાજલીને શાયરી વારસામાં મળી હતી. તેમના ઘરમાં ઉર્દુ અને ફારસીના દિવાન, સંગ્રહ ભર્યા પડ્યા હતા. તેમના પિતા પણ શેરો શાયરીમાં રસ લેતા હતા અને તેમનુ પોતાનો કાવ્ય ગ્રહ પણ હતો. જેને નિદા ફાજલી મોટા ભાગે વાચતા રહેતા હતા.  
 
નિદા ફાજલીએ સૂરદાસની એક કવિતા પરથી પ્રભાવિત થઈને શાયર બનવાનો નિર્ણય કર્યો હતો. આ વાત એ સમયની છે જ્યારે તેમનુ આખુ કુટુંબ ભાગલા પછી ભારતથી પાકિસ્તાન જતુ રહ્યુ હતુ પણ નિદા ફાજલીએ હિન્દુસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.  એક દિવ તેઓ એક મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે સૂરદાસની એક કવિતા સાંભળી જેમા રાધા અને કૃષ્ણની જુદાઈનું વર્ણન કરવામાં આવ્યુ હતુ. નિદા ફાજલી આ કવિતાને સાંભળીને એટલા ભાવુક થઈ ગયા કે તેમણે એ જ ક્ષણે નિર્ણય કર્યો  કે તેઓ કવિના રૂપમાં પોતાની ઓળખ બનાવશે. 
 
આગળ એક નજર નિદા ફાજલીના જીવન અને તેમના કેરિયર પર  ... 

એક નજર નિદા ફાજલીના જીવન અને તેમના કેરિયર પર  

નિદા ફાજલીએ ગ્વાલિયર કોલેજથી સ્નાકોત્તરનો અભ્યાસ પુર્ણ કર્યો અને પોતાના સપનાને એક નવુ રૂપ આપવા માટે તેઓ વર્ષ 1964માં મુંબઈ આવી ગયા. અહી તેમને અનેક કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન તેમને ધર્મયુગ અને બ્લિટજ જેવી પત્રિકાઓમાં લખવુ શરૂ કરી દીધુ. 
 
પોતાના લેખનની અનોખી શૈલીથી નિદા પાજલી થોડા જ સમયમાં લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઈ ગયા. આ દરમિયાન ઉર્દુ સાહિત્યના કેટલાક પ્રગતિશીલ લેખકો અને કવિયોની નજર તેમના પર પડી જે તેમની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયા હતા.  નિદા ફાજલીની અંદર તેમને એક ભાવિ કવિ દેખાયો અને તેમને નિદા ફાજલીને પ્રોત્સહિત કરવા અને દરેક શક્ય મદદ આપવાની રજુઆત કરી અને તેમને મુશાયરામાં આવવાનું આમંત્રણ આપ્યુ. 
 
એ સમયમાં ઉર્દૂ સાહિત્યના લેખનની એક સીમા નિર્ધારિત હતી. નિદા ફાજલી, મીર અને ગાલિબની રચનાઓથી ખૂબ પ્રભાવિત હતા. ધીરે ધીરે તેમણે ઉર્દૂ સાહિત્યની બંધાયેલી સીમાઓ તોડી નાખી અને પોતાના લેખનનો જુદો અંદાજ બનાવ્યો. આ દરમિયાન નિદા ફાજલી મુશાયરામાં પણ ભાગ લેતા રહ્યા જેનાથી તેમને આખા દેશમાં પ્રસિદ્ધિ મળી. 
 
સત્તરના દસકામાં મુંબઈમાં પોતાના વધતા ખર્ચાને જોઈને તેમણે ફિલ્મો માટે પણ ગીત લખવા શરૂ કરી દીધા પણ ફિલ્મોની નિષ્ફળતા પછી તેમને પોતાનુ ફિલ્મી કેરિયર ડૂબતુ લાગ્યુ. છતા પણ તેઓ હિમંત હાર્યા નહી અને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. ધીરે ધીરે મુંબઈમાં તેમની ઓળખ બનતી ગઈ. 

લગભગ દસ વર્ષ સુધી મુંબઈમાં સંઘર્ષ કર્યા પછી 1980માં રજુ થયેલ ફિલ્મ આપ તો એસે ન થે માં પાર્શ્વ ગાયક મનહર ઉધારની અવાજમાં પોતાનુ ગીત 'તૂ ઈસ તરહ મેરી જીંદગી મેં શામિલ હૈ' ની સફળતા પછી નિદા ફાજલી એક ગીતકારના રૂપમાં ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા. 
 
આ ફિલ્મની સફળતા પછી નિદા ફાજલીને અનેક સારી ફિલ્મોના પ્રસ્તાવ મળવા શરૂ થઈ ગયા. આ ફિલ્મોમાં બીબી ઓ બીબી, આહિસ્તા-આહિસ્તા' અને નજરાના પ્યાર કા જેવી ફિલ્મોનો સમાવેશ છે. 
 
આ દરમિયાન તેમણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને અનેક નાના બજેટની ફિલ્મો પણ કરી જેનાથી તેમને વધુ ફાયદો થયો નહી. અચાનક તેમની મુલાકાત સંગીતકાર ખૈય્યામ સાથે થઈ જેમના સંગીત નિર્દેશનમાં તેમણે ફિલ્મ આહિસ્તા આહિસ્તા માટે કભી કિસી કો મુક્કમલ જહા નહી મિલતા ગીત લખ્યુ. આશા ભોસલે અને ભૂપિન્દર સિંહના અવાજમાં તેનુ આ ગીત શ્રોતાઓ વચ્ચે ખૂબ લોકપ્રિય રહ્યુ. 
 
વર્ષ 1983 નિદા ફાજલીના સિને કેરિયરનો મુખ્ય પડાવ સાબિત થયો. ફિલ્મ રજિયા સુલ્તાનના નિર્માણ દરમિયાન ગીતકાર જા નિસાર અખ્તરના આકસ્મિક મૃત્યુ પછી નિર્માતા કમાલ અમરોહીએ નિદા ફાજલી પાસેથી ફિલ્મના બાકીના ગીત લખવાની રજુઆત કરી. આ ફિલ્મ પછી તેઓ ગીતકારના રૂપમાં ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સ્થાપિત થઈ ગયા. ગઝલ સમ્રાટ જગજીત સિંહે નિદા ફાજલી માટે અનેક ગીત ગાયા. જેમા 1999માં રજુ ફિલ્મ સરફરોશ નુ આ ગીત 'હોશ વાલો કો ખબર ક્યા બેખુદી ક્યા ચીજ હૈ' પણ સમાવેશ છે.