શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 24 જાન્યુઆરી 2015 (17:28 IST)

ઓબામાએ આ કારણોસર રદ્દ કરી પોતાની આગ્રા યાત્રા ?

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલનો આગરા પ્રવાસ રદ્દ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ શનિવારે તેની માહિતી આપી. 
 
સરકારના એક પ્રવક્તાએ જણાવ્યુ કે રાષ્ટ્રપતિનો પ્રવાસ વ્યવ્હારિક કારણોથી રદ્દ થઈ ગયો છે. બધા વ્યવ્હારિક ઉદ્દેશ્યથી સંબંધિત વિગત સમાપ્ત થઈ ગઈ છે. જો કે રાજ્યની રાજધાનીમાં અધિકારીઓએ તેને લઈને કોઈ સત્તાવાર ચોખવટ કરી નથી. 
 
ઓબામા ત્રણ દિવસીય ભારતના પ્રવાસ પર 25 જાન્યુઆરીના રોજ નવી દિલ્હી પહોંચી રહ્યા છે. તેઓ ગણતંત્ર દિવસ સમારંભના પરેડમાં મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ રહેશે. તેઓ ભારત પ્રવાસના છેલ્લા દિવસે આગરા જવાના હતા. 
 
સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્ર સરકારે પહેલા જ રાજ્યના અધિકારીઓને કહ્યુ હતુ કે મુખ્યમંત્રી અખિલેશ યાદવ કે કોઈ બીજાને આગ્રામાં ઓબામા અને તેમની પત્નીની આગેવાની કરવાની જરૂર નથી. કારણ કે આ તેમની અધિકરિક યાત્રા નથી. 
 
યાદવ અને તેમની ટીમે આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસની તૈયારીને લઈને મદદ આપી હતી અને તેમને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી વચ્ચે થોડી વારની મુલાકાતથી પણ કોઈ આપત્તિ નહોતી. 
 
જો કે હજુ એ પણ સ્પષ્ટ નથી થયુ કે ભાજપા વર્તમાન સરકાર આ પ્રવાસ ઈચ્છતી નહોતી કે પછી અમેરિકાની સુરક્ષા એજંસી આગ્રામાં ઓબામાની મુલાકાતને લઈને સહજ નહોતી. 
 
આ યાત્રા સંબંધિત એક અધિકારીએ જણાવ્યુ .. અમેરિકાની પ્રથમ મહિલા અને રાષ્ટ્રપતિ તાજમહેલ જોવા માટે ઉત્સુક હતા. ખાસ કરીને ત્યારથી જ્યારે 2010માં તે તાજમહેલના દીદાર નહોતી કરી શકી. પણ તેમની યોજના હવે રદ્દ થઈ ગઈ છે. 
 
અધિકારીએ જણાવ્યુ કે ઠંડીમાં છવાયેલ ધુમ્મસને કારણે ગુપ્ત સેવા નવી દિલ્હીથી આગ્રા જનારા માર્ગ યમુના એક્સપ્રેસ વે ની બે કલાકની યાત્રા નહોતી કરવા માંગતી અને ઉત્તર પ્રદેશની સુરક્ષાને લઈને આપવામાં આવેલ માહિતીથી સંતુષ્ટ નહોતી.