ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 24 જાન્યુઆરી 2015 (12:59 IST)

બરાક ઓબામાની ભારત યાત્રા સાથે જોડાયેલ 10 મુખ્ય વાતો...

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ત્રણ દિવસીય યાત્રા પર રવિવારે ભારત આવી રહ્યા છે. આવો જાણીએ તેમની યાત્રા વિશે 10 વાતો.. 
 
1. બરાક ઓબામા પહેલા એવી અમેરિકી રાષ્ટ્રપતિ છે. જે 26 જાન્યુઆરીના રોજ ભારતના ગણતંત્ર દિવસના અવસર પર મુખ્ય અતિથિ હશે. ઓબામા પહેલા જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે..રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજી ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ રહી ચુક્યા છે. 
 
2.બરાક ઓબામા જ્યારે આ યાત્રા માટે 25 જાન્યુઆરીને નવી દિલ્હી પહોંચશે. તો તે અમેરિકાનો એવો પહેલો નેતા બની જશે જે રાષ્ટ્રપતિ પદ પર રહેતા ભારતની બે વાર યાત્રા કરી ચુક્યા હશે. આ પહેલા 2010માં બરાક ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિના રૂપમા ભારત આવી ચુક્યા છે. 
 
3. નરેન્દ્ર મોદીને ભારતના પ્રધાનમંત્રી બને હજુ એક વર્ષ પણ નથી થયુ. આવામાં બરાક ઓબામાની સાથે આ તેમની કંઈ મુલાકાત હશે. તમે અંદાજ લગાવો.. એક બે. કે ત્રણ.. અસલમાં આ પ્રધાનમંત્રીના રૂપમાં મોદીની ઓબામા સાથે ચોથી મુલાકાત રહેશે.  
 
 પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા કરી ચુક્યા છે. આ ઉપરાંત બંને નેતા જી-20ની બેઠકમાં ઓસ્ટ્રેલિયામાં મળી ચુક્યા છે. એટલુ  નહી વીતેલા વર્ષે બંને નેતાઓની એક મુલાકાત ઈસ્ટ એશિયા સમિટમાં મ્યાંમારમાં પણ થઈ હતી. 
 
4. બરાક ઓબામા પોતાની પત્ની મિશેલ ઓબામાની સાથે ભારતના પ્રવાસે  આવી રહ્યા છે. આ વખતે તેમની યાત્રાની વ્યવસ્થા માટે 1600 અમેરિકી સ્ટાફ ભારતમાં છે. જ્યારે અગાઉ ઓબામા 800 સ્ટાફની સાથે જ ભારત આવ્યા હતા. 
 
5. બરાક ઓબામાના બેડામાં તેમનુ ખાસ વિમાન એયર ફોર્સ વનની સાથે છ એયરક્રાફ્ટનો સમાવેશ છે. તેમની સાથે 30 કારને કાફલા પણ હશે. તેમા દુનિયાની સૌથી અત્યાધુનિક કાર કૈડલિકમાં બરાક ઓબામા સફર કરે છે. એટલુ જ નહી એક મૈરીન વન હેલિકોપ્ટર પણ તેમના કાફલામાં રહેશે. 
 
6. બરાક ઓબામાની યાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે દિલ્હી પોલીસ.. સીઆઈએસએફ.. આઈબી અને એસપીજીની સાથે એયર ટ્રૈફિક કંટ્રોલર્સ ગોઠવાશે.  જ્યારે કે અમેરિકાની એફબી આઈ. સીઆઈએ અને એનએસએ પણ સુરક્ષા વ્યવસ્થા પર નજર બનાવી રાખશે. 
 
7. યાત્રાના પહેલા દિવસે મતલબ 25 જાન્યુઆરીના રોજ ઓબામા.. નરેન્દ્ર મોદીની સાથે અનેક મુદ્દા પર મુખ્ય વાતચીત કરશે.  તેમા પરમાણુ કાર્યક્રમ અને રક્ષા સાથે જોડાયેલ અનેક સમજૂતી થવાની આશા છે.  
 
8. ઓબામા પોતાની યાત્રાના બીજા દિવસે ગણતંત્ર દિવસની પરેડમાં જોડાશે. ત્યારબાદ તે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ભારત અને અમેરિકી કંપનીઓના સીઈઓને રાઉંડ ટેબલ બેઠકમાં જોડાશે. 
 
9. ગણતંત્ર દિવસના પરેડ દરમિયાન દિલ્હીને નો ફ્લાય જોન જાહેર કર્યો છે. મતલબ દિલ્હી ઉપર હવામાં 400 કિલોમીટરની રેંજમાં વિમાનને ઉડાન ભરવાની મંજુરી નથી. 
 
10. પોતાની યાત્રાના અંતિમ દિવસે બરાક ઓબામા એક ટાઉન હોલને સંબોધિત કરશે. આ દિવસે બરાક ઓબામા ભારતીય પ્રધાનમંત્રી સાથે મળીને ઓલ ઈંડિયા રેડિયો દ્વારા મન કી બાતના ક્રાર્યક્રમમાં જોડાશે.