શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (15:59 IST)

સેક્સ ટુરિઝમ - અહી મળે છે એક મહિનાની 'દુલ્હન'

દક્ષિણ ભારતીય શહેર હૈદરાબાદમાં હાલ એક ધંધો ખૂબ જોર પર છે. ભારતમાં ગેરકાયદેસર ઈસ્લામમાં પ્રતિબંધિત થોડા સમય માટે 'કોંટ્રેક્ટ મેરેજ' ના મામલા હૈદરાબાદમાં ખૂબ વધી ગયા છે. શ્રીમંત વિદેશી, સ્આની એજેંટ્સ અને કાજી (મુસ્લિમ પુજારી) શહેરના અનેક મુસ્લિમ પરિવારોની ગરીબીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. પોતાની મોજ-મસ્તી માટે શ્રીમંત વિદેશી એક મહિના માટે દુલ્હનો સાથે કોંટ્રેક્ટ મેરેજ કરે છે. 
 
અહી ફેલાયેલ આ સેક્સ રેકેટનો ખુલાસો નૌશીન તબસ્સુમ નામની એક પીડિત કિશોરીએ કર્યો છે. નૌશીન ગયા મહિને પોતાના ઘરેથી ભાગી ગઈ હતી.  જ્યારે તેના પરિવારના લોકોએ તેના પર એક પુખ્ત વયના સૂડાની નાગરિક સાથે લગ્ન કરવાનુ દબાણ નાખ્યુ હતુ. આ સૂડાની નાગરિકે ચાર અઠવાડિયા માટે નૌશીનને પોતાની પત્ની બનાવવામાટે તેના પરિવારના લોકોને લગભગ એક લાખ રૂપિયા (1200 પાઉંડ) આપ્યા હતા. 
 
તેણે પોલીસને જણાવ્યુ કે તેની આંટી તેને એક હોટલમાં લઈ ગએઈ જ્યા તેની સાથે અન્ય ત્રણ કિશોરીઓ પણ ત્યા હાજર એક સૂડાની તેલ કંપનીના અધિકારી સામે રજુ કરવામાં આવી. 44 વર્ષીય બનાવટી 'દુલ્હા' ઉસામા ઈબ્રાહિમ મોહમ્મદે બે બાળકીઓ સાથે ખાર્ટૂમમાં લગ્ન કર્યા. પછી તે તેના ઘરે આવ્યો. જ્યા એક કાજીએ તેમના લગ્નના બાકીના રિવાજો પુર્ણ કર્યા. 
 
મામલાની તપાસ કરી રહેલ પોલીસ ઈંસપેક્ટર વિજય કુમારે જ્ણાવ્યુ કે યુવતીની ચાચી મુમતાજ બેગમને ઉસામાએ એક લાખ રૂપિયા આપ્યા હતા. જેમા તેને 70 હજાર રૂપિયા કિશોરીના ઘરના લોકોને, કાજી અને ઉર્દૂ ટ્રાંસલેટરને 5-5 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા પોતે રાખી લીધા.  લગ્નનું સર્ટિફિકેટ એક તલાકનામા સાથે તૈયાર કરવામાં આવ્યુ,  જે 'દુલ્હા' ની રજાઓ પુર્ણ થતા જ થવાના હતા. 
 
ઈંસ્પેક્ટર વિજય કુમારે આગળ જણાવ્યુ કે બીજા દિવસે દુલ્હા પીડિતા કિશોરીના ઘરે ગયો અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે કહ્યુ, જેનો કિશોરીએ સ્પષ્ટ ઈંકાર કરી દીધો. ઉસામાની વય તેના પિતા જેટલી હતી. 
 
ત્યારબાદ એ કિશોરીના ઘરના લોકોએ ઉસામાને એ વાતનો વિશ્વાસ અપાવ્યો કે તે પીડિતાને તેની સાથે શરીરિક સંબંધ બનાવવા માટે રજુ કરશે. સાથે જ તેમણે કિશોરીને કહ્યુ કે પતિ સાથે શારીરિક સંબંધ બનાવે અને જો તેણે આવુ ન કર્યુ તો તેને સજા થશે.   તેથી એ કિશોરી હૈદરાબાદના મુગલપુરી વિસ્તારના એક રૂમના ઘરમાંથી ભાગી ગઈ.  તે કિશોરીને પછી પોલીસ પેટ્રોલ પાર્ટી મળી જેમણે તેણીએ બધી હકીકત જણાવી.  
 
ત્યારબદ પોલીસે કેસ નોંધીને દુલ્હા ઉસામા, કિશોરીની આંટી મુમતાઝ બેગમ અને નિકાહ કરાવનારા કાજીની ધરપકડ કરી લીધી અને કિશોરીના પરિવાર વિરુદ્ધ ધરપકડ વોરંટ રજુ કર્યુ છે. ભારતીય કાયદા હેઠળ પીડિતા નૌશીન સગીર છે અને તેના લગ્ન કરવા કાયદાકીય અપરાધ છે. 
 
પોલીસ મુજબ આ કોઈ એકમાત્ર કેસ નથી. પણ શહેરમાં શોર્ટ ટર્મ કોન્ટ્રેક્ટ મેરેજના ડઝનો મામલા સામે આવ્યા છે. સૂડાની નગરિકે પોલીસને જણાવ્યુ કે તેને તેના એક મિત્રએ જણાવ્યુ હતુ કે તેણે ગયા વર્ષે રજાઓમાં ખાર્ટૂમમાં 40 દિવસ માટે લગ્ન કર્યા હતા.