બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 16 એપ્રિલ 2015 (11:13 IST)

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ભારત પરત ફર્યા, પણ હાલ ઘરે નહી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભારત પરત ફર્યા છે. પણ હાલ તેઓ પોતાના ઘર પર હાજર નથી. કોંગ્રેસના સૂત્રોએ આ માહિતી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાહુલના ઘરે પહોંચી ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ આ વિશે પૂછતા ફક્ત એટલુ કહ્યુ, 'રાહુલ થોડીવારમાં અહી આવશે' 
 
રાજનીતિક જીવનથી 58 દિવસોની રજા પછી તેઓ ટૂંક સમયમાં જ સૌની સામે આવી શકે છે. સંકેત મળી રહ્યા છે કે આ સાથે જ તેઓ કોંગ્રેસમાં પોતાની ભૂમિકાનો વધુ વિસ્તાર કરી શકે છે. 
 
આ પહેલા પોતાની બેબાક ટિપ્પણીઓ માટે જાણીતા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ઈશારામાં જ રાહુલને સલાહ આપી દીધી ધી. તેમણે કહ્યુ હતુ કે રાહુલને રાજનીતિમાં વધુ વ્યસ્ત થવુ જોઈએ અને આને માત્ર પાર્ટ ટાઈમ જોબ જેવુ ન સમજવુ જોઈએ. 
 
હવે લીડ કરવાનો કરવાનો સમય આવી ગયો છે - દિગ્વિજય 
 
લોકસભા ચૂંટણીમાં થયેલ કરારી હાર પર દિગ્વિજયે કહ્યુ, 'અમે પરસેપ્શનની લડાઈ હાર્યા. રાહુલ ખુદને એ પ્રકારના પ્રોજેક્ટ નહી કરે શકે. જેવુ મોદીએ કર્યુ. લોકસભા ચૂંટણીના સમ્યે તેમને વધુ આક્રમક થવુ જોઈતુ હતુ.  તેમણે મુદ્દા પર વાત કરવી જોઈતી હતી. મીડિયા સાથે વાત કરવી જોઈએ હતી.  પણ કદાચ તેઓ પહેલા સંપૂર્ણપણે તૈયાર નહોતા કે પછી તેઓ પૂર્વ પ્રધાનમંત્રીને પ્રભાવહીન કરવા નહોતા માંગતા.  પણ હવે આ સંદેશ આપવાનો સમય આવી ગયો છે કે તેઓ જ કોંગ્રેસને દરેક રીતે લીડ કરી શકે છે.