ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 ઑક્ટોબર 2014 (12:43 IST)

ગુજરાતી પીએમ મંજુર નથી - રાજ ઠાકરેનું મોદી પર નિશાન

મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા પછી મરાઠી બનામ ગુજરાતીનો મુદ્દો તૂલ પકડી લીધો છે. પ્રખર મરાઠીવાદી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)અધ્યક્ષ રાજ ઠાકરેએ મોદી પર જોરદાર હલ્લો બોલ્યો છે. 
 
રાજે કહ્યુ કે મોદી અમેરિકામાં જઈને પણ ગુજરાતી અસ્મિતાને નથી ભૂલ્યા. આપણને ભાષાવાદ અને પ્રાંતવાદનો પાઠ ભણાવી રહ્યા છે. 
 
તેમણે કહ્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગુજરાતીમાં કેમ છો કહીને સ્વાગત કર્યુ. શુ મોદી ગુજરાતના પ્રધાનમંત્રી છે. ગુજરાતી પ્રધાનમંત્રી અમને નહી ચાલે. 
 
આ એ જ રાજ ઠાકરે છે જે લોકસભા ચૂંટણીમાં મોદીની માળા જપી રહ્યા હતા અને તેમની સ્તુતિ કરતા હતા. પણ વિધાનસભા ચૂંટણીમાં હવા બદલાય ગઈ છે. રાજ હુમલાવર થઈ ગયા છે. 
 
રવિવારે રાત્રે મુંબઈની એક ચૂંટ્ણી જનસભામાં તેમણે કહ્યુ કે મોદી હજુ સુધી ગુજરાતના મુખ્યમંત્રીની છબિમાંથી બહાર નીકળી શક્યા નથી. તેઓ દેશના પ્રધાનમંત્રી છે પણ ગુજરાતી અસ્મિતાને છોડી નથી શક્યા.  
 
જો ગુજરાતી માનસિકતાથી ઉપર ઉઠીએ તો અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમનું હિન્દીમાં પણ સ્વાગત કરી શકતા હતા. મોદીના જાપાન પ્રવાસ પર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની જાહેરાત થઈ. આના પર રાજે વાગ્બાણ છોડ્યા.  
 
તેમણે કહ્યુ કે તેની શુ જરૂર હતી. શુ મુંબઈથી અમદાવાદ જઈને ઢોકળા ખાવા છે. રાજે કહ્યુ કે મહારાષ્ટ્ની ચૂંટણીમાં મોદી જ ભાજપાના પોસ્ટર બોય છે. કારણ કે મહારાષ્ટ્ર ભાજપામાં કોઈ નેતા જ નથી.