શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2016 (10:27 IST)

મહારાષ્ટ્રમાં 12 આદિવાસી સગીરા પર રેપ, સગીરાઓ ગર્ભવતી થતા ભાંડો ફુટ્યો, 7 ટીચર સહિત 11 લોકોની ધરપકડ

મહારાષ્ટ્રમાં 12 આદિવાસી સગીરા પર રેપની ઘટના સામે આવી છે. અહીં બુલધાનામાં પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી 7  સ્કૂલ ટીચર હોવાનું સામે આવ્યું છે. એક માહિતી અનુસાર 3 સગીરાઓ રેપ બાદ ગર્ભવતી થઈ છે. મહારાષ્ટ્રના ડીજીપીએ આ રેપકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. કુલ ૧૩ વ્યકિત સંડોવાયા છે તેમાંથી 2 ફરાર છે. આ કુકર્મો પાછળ 7  ટીચર, હેડમાસ્ટર સહિત શાળાના જ કર્મચારીઓ સંડોવાયા હોવાનું ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
 
 બોર્ડિગ સ્કૂલમાં રહેતી અને ભણતી બાળકીઓ પર તેમના ટીચર અને હેડ માસ્ટરે રેપ કર્યો હોવાના અહેવાલ છે.   આ બાળકીઓ 12 થી 14 વર્ષની છે. તેઓ મુંબઈથી 450 કિ.મીના અંતરે આવેલા નિનાધી આશ્રમ સ્કૂલમાં ભણતી હતા અને ત્યાં જ બોર્ડિંગમાં રહેતી હતી.