ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (10:55 IST)

યરવદા જેલમાંથી મુક્ત થયા સંજય દત્ત, બોલ્યા-મિત્રો આઝાદાની રાહ એટલી સહેલી નથી

બોલીવુડના સ્ટાર સંજય દત્ત આર્મ્સ એક્ટ મામલામાં પોતાની સજા પૂરી કરીને ગુરૂવારે પુણેની યરવદા જેલમાંથી મુક્ત થયા. તેઓ મુંબઈ સીરિયલ ધમાકામાં બિનસરકારી હથિયાર મુકવાના દોષી જોવા મળ્યા હતા. ફિલ્મોમાં સૌનુ દિલ જીતનારી મુન્નાભાઈએ પોતાની નેકદિલીથી જેલ મેનેજમેંટ અને કાયદા વ્યવસ્થાનુ પણ દિલ જીત્યુ છે. તેથી કોર્ટે તેમની સજાની મુદત (5 વર્ષ) થી 8 મહિના પહેલા જ મુક્ત કરી રહી છે. જેલમાંથી તે સીધા મુંબઈમાંથી રવાના થયા છે. 
 
નીલી શર્ટમાં જેલમાંથી બહાર નીકળ્યા પછી દત્તએ પાછળ વડીને યરવાદા જેલને સલામ કરી. ત્યારબાદ તે વ્હાઈટ એસયૂવીમાં બેસીને પરિવાર સાથે  સીધા એયરપોર્ટ  માટે રવાના થયા. એયરપોર્ટ પહોંચીને સંજય દત્તે જેલમાંથી મુક્તિ પર ખુશી બતાવી અને પ્રથમ પ્રતિક્રિયાના રૂપમા કહ્યુ, મિત્રો આઝાદીનો રસ્તો એટલો સહેલો નથી. 
બહેન પ્રિયા દત્તે ભાઈની મુક્તિ પર ખુશી બતાવતા કહ્યુ કે તેમને માટે ભાવુક દિવસ છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ વિશ્વાસ નથી થતો કે 23 વર્ષ જૂનો કેસ ખતમ થઈ ગયો છે. આ ભાવુક દિવસ છે. સંજયને હિમંત આપવી આપણી જવાબદારી છે. નિર્માતા-નિર્દેશક અને સંજયના મિત્ર રાજકુમાર હિરાનીએ કહ્યુ કે તેમને મિત્રની મુક્તિની ખૂબ ખુશી છે.  
 
જો કે યરવદા જેલ બહાર ગુરૂવારે સવારથી જ કેટલાક લોકો અભિનેતાની મુક્તિનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસે સાવધાની રાખતા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધેી  પુણેમાં જેલ અને મુંબઈમાં સંજય દત્તના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.  દત્તનો પરિવાર લીગલ ટીમની સાથે સવારે લગભગ 8 વાગ્યે જેલ પહોંચ્યો. દત્તના મિત્ર અને ફિલ્મ નિર્માતા નિર્દેશક રાજકુમાર હિરાની પણ પુણે પહોંચ્યા. 
 
પુણેની યરવદા જેલમાંથી મુક્ત થયા બાદ સંજય દત્ત લગભગ 11 વાગ્યા સુધી મુંબઈ પહોંચશે. વિશેષ વિમાનથી તેમનો પરિવાર પહેલા જ પુણે પહોંચી ચુક્યો છે. મુંબઈ પહોંચ્યા પછી દત્ત અને તેમનો પરિવાર સૌ પહેલા સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને બપ્પાના દર્શન કરશે. ત્યારબાદ સંજૂ બાબા મરીન લાઈનના મોટા કબ્રસ્તન જશે અને દિવંગત માતા નરગિસની કબર પર માથુ નમાવશે.  ત્યારબાદ બાદ્રામાં પોતાના ઘરે ઈમ્પિરિયલ હાઈટ્સમાં સંજય દત્ત મીડિયા સાથે વાત કરશે.