શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 ઑક્ટોબર 2014 (09:52 IST)

કોર્ટના ફટકારની અસર, સરકાર આજે બ્લેક મની હોલ્ડરોના નામ રજુ કરશે

કાળાધન મામલે મંગળવારે સાંજે સુપ્રીમ કોર્ટની ફટકારના કેટલાક કલાકો પછી જ કેન્દ્ર સરકારે પણ યાદીને લઈને પોતાની તરફથી નિવેદન રજુ કરી દીધુ. કેન્દ્રની તરફથી નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે સરકાર બુધવરે કોર્ટને વિદેશી બેંક ખાતાઓમાં કાળા નાણાં મુકનાર બધાના નામોની યાદી સોંપી દેશે. 
 
લિસ્ટ સોંપવાની વાત કરત જેટલીએ જોર આપતા કહ્યુ કે તેમા કોઈને બચાવવાનો પ્રયત્ન નહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટને આ લીસ્ટ સિલબંધ કવરમાં સોપવામાં આવશે. જોકે તેમણે એ નથી બતાવ્યુ કે યાદી સાર્વજનિક કરવામાં આવશે કે નહી. જેટલીએ સંવાદદાતાઓને કહ્યુ, 'સરકાર બુધવારે કોર્ટને આ યાદી સોંપશે. સરકારે કોર્ટ દ્વારા ગઠિત વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ને પહેલા મતલબ 27 જૂનના રોજ આ યાદી સોંપી દીધી છે. સરકાર ઈચ્છે છે કે કાયદા મુજબ અપનાવેલ કોઈપણ પ્રક્રિયા દ્વારા અમે આ મામલાની જડ સુધી જઈ શકીએ.' 
 
નાણાકીય મંત્રીએ આગળ કહ્યુ કે સરકારને સમગ્ર યાદી સોંપવામાં કોઈ પ્રકારની પરેશાની નથી. સુપ્રીમ કોર્ટ મામલે મંગળવારે સરકારે આડા હાથે લેતા બધા ખાતાધારકોની યાદી સોંપવા માટે કહ્યુ હતુ. આ પહેલા સરકાર ખાતાધારકોના નામ ઉજાગર કરવા તેના સુપ્રીમ કોર્ટના આદેશમાં સંશોધન ઈચ્છી રહી હતી. 
 
જેટલીએ કહ્યુ કે સરકાર વિદેશોમાં બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે ધન મુકનારા બધા લોકોને દંડિત કરવા માંગે છે અને તે કાળાનાણાને પરત લાવવાની દરેક શક્ય કોશિશ કરશે.  તેમણે કહ્યુ આ નામો અને આ ખાતા વિશે હકીકત સામે આવવી જોઈએ. જેનાથી એવા લોક વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય અને ત્યા મુકેલ ધનને દેશમાં પરત લાવી શકાય.' જેટલીએ આગળ કહ્યુ સરકારે આ બાબતે કોઈપણ તપાસ એજંસી સાથે મુશ્કેલી નથી. કારણ કે કોઈપણ એવુ નથી કે જે સરકાર બચાવવા માંગે છે. આવામાં જે પણ નામ સામે આવશે તેની તપાસ થશે અને કાયદા મુજબ તેમને દંડિત કરવામાં આવશે.  જેટલીએ કહ્યુ કે સરકાર એ પણ ઈચ્છે છે કે એવી પ્રક્રિયા અપનાવવામાં આવે  જેનાથી અન્ય દેશ ભારત સ્સાથે સહયોગ કરવો ચાલુ રાખે.