ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 19 ડિસેમ્બર 2015 (15:22 IST)

નેશનલ હેરાલ્ડ કેસ - સોનિયા-રાહુલ ગાંધીને શરત વગર જામીન મળી, આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીને દિવસે

નેશનલ હેરાલ્ડ કેસમાં નાણીકીય ગરબડીના આરોપો પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત બધા આરોપીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આજે જામીન આપી દીધી છે. કોર્ટે 50-50 હજાર રૂપિયાના ખાંડણી પર જામીન આપી. કોર્ટે મામલાની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીના રોજ બપોરે  2 વાગ્યે નક્કી કરવામાં આવી છે. સોનિયા-રાહુલના માટે કોર્ટમાં પૈરવી કરનારા કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યુ કે કોર્ટે અરજી કરનાર સુબ્રમણ્યમ સ્વામીની દલીલો ન માની અને બધાને જામીન આપી દીધી. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા રાહુલની કોર્ટમાં રજુ થવાની તારીખ આજે આવી ગઈ. શનિવારે બપોરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી સહિત બીજા પાંચ આરોપી દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થશે. જેલ કે બેલની ચર્ચા હવે કોર્ટમાં થશે.  આમ તો સોનિયા સ્પષ્ટ કરી ચુક્યા છે કે જરૂર પડશે તો જામીન લઈ શકે છે. સોનિયાના પાર્ટી નેતાઓએ આ મળ્યો છે. આ ઉપરાંત સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને કોઈપણ પ્રકારનું પ્રદર્શન ન કરવાની સલાહ આપી છે. નોબત આવી તો બંનેને તિહાડ જેલમાં રાખવાની તૈયારી પણ કરવામાં આવી છે. તિહાડ જેલના એઆઇજીએ જેલની સુરક્ષા અને બીજી વ્‍યવસ્‍થાઓની તપાસ કરી છે. જો તેમને જેલમાં જવુ પડશે તો જેલ સંખ્‍યા ચારના વોર્ડ સંખ્‍યા ૧પમાં રાખવાની તૈયારી કરવામાં આવી છે. આ વોર્ડમાં કેદી માટે કોઇ ખાસ વ્‍યવસ્‍થા નથી હોતી પરંતુ ત્‍યાં કેદીઓની સંખ્‍યા ઓછી હોય છે.
 
   કોંગ્રેસ અધ્‍યક્ષ સોનીયા ગાંધી અને ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લી ઘડી સુધી કાનૂની ઉપાયો અને વિકલ્‍પો ખુલ્લા રાખ્‍યા છે. તેઓ જેલ માંગશે કે જામીન ? તેના ઉપર સમગ્ર દેશની નજર કેન્‍દ્રીત થઇ છે. બંને નેતાઓ કોર્ટમાં હાજર થવાના હોય કોર્ટમાં ચુસ્‍ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. કોર્ટમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્‍યા છે. પક્ષના તમામ સાંસદો બપોરે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા છે અને નેતૃત્‍વ પાછળ પોતાની એકતા બતાડી રહ્યા છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે અદાલતની વિરૂધ્‍ધ ન જોવાની સલાહને ધ્‍યાનમાં રાખી સોનીયા-રાહુલ અને અન્‍ય નેતાઓ જરૂર પડયે જાતમુચરકો ભરીને કે જામીન લેવાની ઔપચારિકતા પણ પુરી કરશે.
   આ બંને નેતાઓ સામે સુબ્રમણ્‍યમ સ્‍વામીએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં બંને નેતાઓ ઉપર ષડયંત્ર, છેતરપીંડી, વિશ્વાસ ભંગ અને સંપત્તિ હડપવાનો આરોપ મુકવામાં આવ્‍યો છે. જો આ બંનેને જામીન નહી મળે તો બંનેને જેલમાં જવુ પડશે. કોંગ્રેસનું કહેવુ છે કે, અમે કોર્ટનું સન્‍માન કરીએ છીએ. જામીન સહિત તમામ કાનૂની અધિકારોનો અમે ઉપયોગ કરશુ. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ મામલામાં નિર્ણય છેલ્લી ઘડીએ બંનેના નેતાઓ લેશે. સોનીયા અને રાહુલ બંને બપોરે કોર્ટ પહોંચશે. સુનાવણી બાદ બંનેના વકીલ સિંઘલ અને સિંઘવી કોર્ટની કાર્યવાહીની માહિતી પત્રકારોને આપશે.