મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2016 (14:28 IST)

એસી બંધ થતા જ મૂર્તિને આવે છે પરસેવો

મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં કાલી માતાનું એક હજારો વર્ષો જુનુ મંદિર છે. મંદિરને ઐતિહાસિક અને ચમત્કારી પણ માનવામાં આવે છે. અહી મોટાભાગે જ પોતાની આંખોની સામે કંઈક આવુ હોય છે. જેને જોઈને પોતાની જ આંખો પર વિશ્વાસ નથી થતો. 
 
આવુ જ ક્યારેક કેટલાક લોકો સાથે ત્યારે થયુ જ્યારે આ મંદિરમાં એસી બંધ થાય છે તો કાલી માતાને પરસેવો આવવા લાગ્યો. આ કોઈ પ્રથમ તક નહોતી કારણ કે એસીના બંધ થતા જ કાળી માતાને વારેઘડીએ પરસેવો આવે છે. જબલપુરમાં લગભગ 600 વર્ષ પહેલા કાલીની ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમિયાન સ્થાપિત કરવામાં આવ્યો હતો. 
 
કહેવાય છે કે ત્યારથી જ માતાની પ્રતિમાને જરાપણ ગરમી સહન નથી થતી અને મૂર્તિને પરસેવો આવવા માંડે છે. સમય સાથે જ મંદિરમાં એસી લગાવ્યા જેથી માતાને ગરમી ન લાગે.  આ કારણે મંદિરમાં હંમેશા એસી ચાલતુ રહે છે.  ક્યારેય  કોઈ અગમ્ય 
કારણથી લાઈટ જતી રહે તો મૂર્તિમાંથી પરસેવો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. કાળી માતાને પરસેવો નીકળવાના કારણો પર અનેકવાર ખોજ પણ કરવામાં આવી છે. પણ વિજ્ઞાન પાસે પણ આ સવાલનો કોઈ જવાબ નથી.