ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2016 (12:12 IST)

#webviral મહિલા આયોગે રેપ પીડિતા સાથે સેલ્ફી લેવાનો શોક ચઢ્યો, અધ્યક્ષાએ આપ્યા પોઝ !!

રાજસ્થાન સ્ટેટ કમીશન ફોર વુમનની સદસ્યા દ્વારા રેપ પીડિતા સાથે લેવામાં આવેલ સેલ્ફીએ એવુ તૂલ પકડ્યુ છે કે લેખિતમાં તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો છે.  તેની સોશિયલ મીડિયા પર જોરદાર નીંદા થઈ રહી છે અને આ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 
રસપ્રદ વાત એ છે કે અધ્યક્ષ સુમન શર્મા પણ સભ્ય સૌમ્યા ગુર્જર સાથે સેલ્ફીમાં છે.  આ સેલ્ફી ગુર્જરીએ મંગળવારે લેવામાં આવી હતી સાથે જ કમીશનની અધ્યક્ષા પણ હતી. બંને રેપ પીડિતાને મળવા મહિલા પોલીસ સ્ટેશન ગઈ હતી. આ સેલ્ફી ત્યા જ ખેંચવામાં આવી હતી. 
 
અધ્યક્ષાનુ કહેવુ છે કે તે ફક્ત રેપ પીડિતા સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન સૌમ્યા ગુર્જરે સેલ્ફી લીધી જેના પર તેમણે ધ્યાન ન આપ્યુ.  તે આવા કામનું સમર્થન નથી કરતી.  તેમના મુજબ ગુર્જર પાસે આનો લેખિત જવાબ માંગવામાં આવ્યો છે. 
 
 ફોટોમાં ગુર્જર અને શર્મા બંને જોવા મળી રહી છે અને તેમના સેલ્ફી ખેંચવાની ફોટો કોઈએ ખેંચી લીધો. ગુર્જર મોબાઈલ પકડેલ છે. જ્યા રેપ પીડિતા અને અધ્યક્ષ શર્મા પણ ફ્રેમમાં છે. રેપ પીડિતા 30 વર્ષની મહિલા છે જેના પતિ અને અન્ય સંબંધીઓએ દહેજ પ્રતાડના હેઠળ તેની સાથે બળાત્કાર કર્યા પછી ટૈટૂ બનાવ્યા હતા.