શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 માર્ચ 2016 (18:16 IST)

શ્રી શ્રી રવિશંકરના વિવાદિત કાર્યક્રમનું મોદીના હસ્તે ઉદ્દઘાટન, જાણો કેટલુ ભવ્ય છે આ આયોજન

શ્રી શ્રી રવિશંકર મહારાજનો વિવાદીત કાર્યક્રમ આજથી શરૂ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ  સાંજે 5.30  વાગ્‍યે ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટીવલ'નું ઉદ્‌ઘાટન કર્યુ. આર્ટ ઓફ લીવીંગના સંસ્થપક શ્રી શ્રી રવિશંકરના યજમાનપદમાં આ મહોત્સવ 155  દેશોથી 35 લાખથી વધુ લોકો ભાગ લેશે. જો કે એનજીટી દ્વારા મુકવામાં આવેલા 5 કરોડના દંડને લઇને હજુ પણ સસપેંસ  છે.
 
   યમુના નદીના કિનારે યોજાનારા વિશ્વ સાંસ્‍કૃતિક કાર્યક્રમની થીમ વસુધૈવ કુટુંમ્બક્મ  રાખવામાં આવેલ છે. 1000 એકર જમીન પર આયોજીત આ કાર્યક્રમ 11 થી 13 માર્ચ એટલે કે ત્રણ દિવસ ચાલશે. આ કાર્યક્રમ આર્ટ ઓફ લીવીંગની ૩પમી વર્ષગાંઠ નિમિતે યોજાઇ રહ્યો છે. 7  એકર જમીનમાં ફકત સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે. અહી 35000  કલાકારો પરફોર્મ  કરશે. કાર્યક્રમમાં વિશ્વના અનેક દેશોના નેતાઓ અને વીવીઆઇપીઓ સામેલ થશે. સુરક્ષા માટે લગભગ 10000 જવાનોને તૈનાત કરવામાં આવ્‍યા છે.
 
   ગાન, જ્ઞાન, ધ્યાન  અને નૃત્યની અદ્દભુત પ્રસ્‍તુતિ માટે વિશ્વનો સૌથી મોટો મંચ તૈયાર કરવામાં આવ્યો  છે. મંચ ઉપર અતિ આધુનિક ટેકનીક અને અનેક દેશોની સંસ્‍કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમો રજુ થશે. યમુના નદીના કિનારે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યા  એક અસ્થાયી શહેર બનાવવામાં આવ્‍યુ છે જેને દુલ્હનની જેમ સજાવવામાં આવ્‍યુ છે. આયોજકોએ મંચ ઉપર 11 ઘુમ્‍મટ બનાવ્‍યા છે અને બંને તરફ વિશ્વના લગભગ તમામ દેશોના ઝંડા લગાડવામાં આવ્યા  છે. આ સિવાય મંચના ઉપરના ભાગમાં  ચાર એલઇડી લગાડવામાં આવ્‍યા છે. આ એલઇડી મંચની બંને તરફ બેસનાર દર્શકોને સાવ નજીકથી જોવા મળશે. આયોજકોએ મંચની સામેના મેદાનને 69 વિભાગમાં વહેચ્‍યુ છે. દર્શકોને બેસવા માટે ખુરશી લગાડવામાં આવી છે.
 
   બોલીવુડની ફિલ્મની સેટ પણ વધુ ભવ્‍ય છે શ્રી શ્રીના કાર્યક્રમનો મંચ. હમ દિલ દે ચુકે સનમ, જોધા અકબર, દેવદાસ, લગાન વગેરે ફિલ્મના સેટ બનાવનાર નીતિન દેસાઇએ આ ભવ્ય  સેટ તૈયાર કર્યો છે. આ સેટ બનાવતા અઢી મહિના થયા છે અને સેટની ડિઝાઇન મુંબઇમાં તૈયાર થઇ હતી. સેટની થીમ નવ, જલ, તલ છે. જેના માધ્‍યમથી ઇન્દ્રલોક તરફથી પણ પ્રશંસા મળવાનો દાવો થયો છે.