ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

અજમેર બ્લાસ્ટ :આરોપી ચંદ્રશેખરની ધરપકડ

રાજસ્થાનના આતંકવાદ વિરોધી ટીમે આજે અજમેર બોમ્બ ધમાકા મુદ્દે એક અન્ય આરોપી ચંદ્રશેખરની ધરપકડ કરી લીધી. આ બાબતે આ બે દિવસમાં બીજી ધરપકડ છે. ગઈકાલે એટીએસે આરોપી દેવેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરી હતી.

આ દરમિયાન રાજસ્થાનના ગૃહમંત્રી શાંતિ ઘારીવાલે અજમેર સ્થિત વિશ્વ વિખ્યાત સૂફી સત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પ્રાંગણમાં વર્ષ 2007માં થયેલ બોમ્બ ધમાકાના આરોપમા ગઈકાલે પકડાયેલ આરોપી દેવેન્દ્ર ગુપ્તાનો સંપર્ક માલેગાવના બોમ્બ ધમાકા સાથે જોડાયા હોવાની શંકા વ્યકત કરી છે.

ઘારિવાલે કહ્યુ કે ઘરપકડ પામેલ આરોપી દેવેદ્ર ગુપ્ત રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચારક છે. મધ્યપ્રદેશમાં રહ્યા પછી તેઓ પોતાની ઓળખ છિપાવવા માટે રમેશ નામથી રહેતા હતા.

ઘારીવાલે કહ્યુ દરગાહ બોમ્બ વિસ્ફોટમાં ધરપકડ પામેલ અભિયુક્ત દેવેન્દ્ર ગુપ્તા આરએસએસના સક્રિય પ્રચારક છે. મધ્યપ્રદેશમાં સંજય જોશીના ઘણા દિવસ સુધી સહયોગી રહ્યા છે.