શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2014 (10:30 IST)

અણ્ણાનો સાથ 'આપ' ને નહી પણ મમતા બેનર્જીને મળશે !!

P.R
સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ બુધવારે કહ્યુ કે તે આગામી લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની 'આપ' ને નહી, પણ મમતા બેનર્જીની તૃણમૂળ કોંગ્રેસનુ સમર્થન કરશે. તેમણે અહી મમતા બેનર્જી સાથે સંયુક્ત પ્રેસ વાર્તામાં કહ્યુ કે તે ચૂંટણીમાં ન તો નરેન્દ્ર મોદી સમર્થન કરશે કે ન તો અરવિંદ કેજરીવાલનું.

તેમનુ સમર્થન મમતાને મળશે. તેમણે બધા દળોને પત્ર લખી દેશ અને લોકોને ભલાઈથી જોડાયેલા 17 મુદ્દા પર તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યુ હતુ, ફક્ત તૃણમૂળ કોંગેસે આનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે કેજરીવાલની પાર્ટીએ પણ તેમના પત્રનો જવાબ નથી આપ્યો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવનારા હજારેએ કહ્યુ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જો કોઈ મુખ્યમંત્રી લડાઈ કરવા માંગતી હોય તો તે મમતા બેનર્જી છે.

પાર્ટીઓ પાસે 17 મુદ્દા પર જવાબ માંગ્યો હતો

અન્નાએ કહ્યુ કે તેમણે બધા દળોને પત્ર લખી દેશ અને લોકોની ભલાઈ સાથે જોડાયેલ 17 મુદ્દા પર તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે ફક્ત મમતાની પાર્ટી તૃણમૂળ કોંગ્રેસે જ આનો જવાબ આપ્યો છે અને કહ્યુ છે કે સરકારમાં આવતા તે આ મુદ્દા પર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યુ કે કેજરીવાલની પાર્ટીએ પણ તેના પત્રનો જવાબ નથી આપ્યો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાનવનારા હજારેએ કહ્યુ કે ભ્રષ્ટાચારના વિરુદ્ધ જો કોઈ મુખ્ય મંત્રી લડાઈ લડવા માંગે છે તો એ મમતા બેનર્જી છે.