મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

અપક્ષ ઉમેદવારનું હ્રદયરોગથી મોત

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી રહેલા એક અપક્ષ ઉમેદવારનું હ્રદય રોગના હુમલાથી નિધન થયુ હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખમરિયા પોલીસ મથક ક્ષેત્રના ગ્રામ રિઠૌરીના રહેવાસી બાસ્કો જબલપુર જિલ્લાની કેંટ અને પનાગર વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ લડી રહ્યા હતાં.

જાન બાસ્કો આજે ઘરેથી જનસંપર્ક કરવા માટે નિકળ્યા તે દરમિયાન જ હ્રદય રોગનો હુમલો થયો હતો. પરિવારજનોએ તેમને તાત્કાલિક નજીકના વિક્ટોરિયા જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જોકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.