ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 મે 2014 (11:16 IST)

અમદાવાદ-વડોદરા સ્ટોક એકસચેંજ બંધ થવાની શકયતા પ્રબળ

અમદાવાદ-વડોદરા સ્ટોક એકસચેંજ બંધ થવાની શકયતા પ્રબળ

ગુજરાતના અમદાવાદ અને વડોદરા સ્ટોક એકસચેંજને તાળા લાગી જાય તેની શક્યતા વધી જવા પામી છે. ગુજરાત હાઈકોર્ટે સેબીના એ નિર્ણયને બહાલી આપી દીધી છે. જેમાં સેબીએ નિર્ણય કર્યો હતો કે જે એકસચેંજ એક હજાર કરોડનું ટર્ન ઓવર ન ધરાવતા હોત તેને પણ બંધ કરી દેવા. જોકે સેબીના આ નિર્ણયને હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દ્વારા પડકારવામાં આવ્યો હતો અને આજે તે અરજીને ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી છે.

નોંધનીય છેકે ગુજરાતના અમદાવાદ અને વડોદરા સ્ટોક એકસચેંજની નેટવર્થ 45 કરોડ જેટલી છે. જેને લઈને સેબીએ આ બન્ને સ્ટોક એકસચેંજને કલોઝર નોટીસ આપી હતી. પરંતુ સેબી સામે એક અરજી દ્વ્રારા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જોકે હવે આ અરજી ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી છે અને સેબીની બન્ને શરતોમાં વડોદરા અને અમદાવાદ સ્ટોક એકસચેંજ નિષ્ફળ જઈ રહ્યાં છે જેથી હવે શક્યતા વધી ગઈ છે કે આ બન્ને એકસચેંજનું લાઈસંસ હવે રદ્દ થશે. અને એકસચેન્જ કાયમી તાળા વાગશે.