શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવીદિલ્હી , મંગળવાર, 24 માર્ચ 2009 (17:27 IST)

અમરસિંહે ગૃહમંત્રી બનશે!

અમરસિંહ ગૃહમંત્રી બનવાની તૈયારીઓ કરી રહ્યાં છે. આ કોઈ ભવિષ્યવાણી નથી. પણ સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહ રાજકીય ઈનીંગની સાથે બોલીવુડમાં પોતાનું ભાગ્ય અજમાવવા માંગે છે.

ફિલ્મોમાંથી રાજકારણમાં તો ઘણાં ફિલ્મીસિતારાઓ આવ્યા. પણ અમરસિંહે ઉલ્ટી ગંગા વહાવી રહ્યાં છે. તે દેવઆનંદની આગામી ફિલ્મમાં ગૃહમંત્રીની ભૂમિકા ભજવશે. આ અંગે દેવઆનંદે જણાવ્યું હતું કે આ ફિલ્મ એક હત્યાની ઘટના પર આધારિત છે. જેમાં અમરસિંહ ગૃહમંત્રીની ભૂમિકા ભજવશે.

દેવઆનંદે અમરસિંહ પર પસંદગીનું કારણ પુછતાં જણાવ્યું હતું કે એક પાર્ટીમાં અમરસિંહને જોયા હતા. ત્યારે લાગ્યું કે અમરસિંહ જ આ ભૂમિકા સારી રીતે ભજવી શકે છે.