શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (17:13 IST)

અમિત શાહની હાજરીમાં બીજેપીમાં જોડાઈ કિરણ બેદી, બોલી હુ કામ કરવુ અને કરાવવું જાણુ છુ

પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી આજે બીજેપીમાં સામેલ થઈ ગઈ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને નાણાકીયમંત્રી અરુણ જેટલીની હાજરીમાં તેમણે બીજેપીની સભ્યતા લીધી. તેમણે ટોલ ફ્રી નંબર પર એસએમએસ દ્વારા બીજેપીની સભ્યતા લીધી. આમ તો દિલ્હીમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપીના આ પગલાને ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. અમિત શાહે કહ્યુ કે બીજેપીમાં કિરણ બેદીનુ સ્વાગત છે. કિરણ બેદીના આવવાથી બીજેપીને તાકત મળશે અને તે ચૂંટણી લડશે.  નવા સમાચારની પ્રતીક્ષા કરો. બધા કાર્યકર્તા સીએમ પદના ઉમેદવાર છે. 
 
કિરણ બેદીએ કહ્યુ કે મારી પ્રેરણા પીએમની લીડરશિપ છે. મે નક્કી કર્યુ છે દેશને સેવા કરવી મારી જીંદગી દેશને સમર્પિત છે. મારી સંસ્થાઓ બાળકોની શિક્ષિત કરે છે.  મારી સંસ્થા 26 વર્ષથી કામ કરી રહી છે. દિલ્હીને સ્થિર સરકારની જરૂર છે. મને કામ કરવુ અને કરાવવુ આવડે છે. 
 
બીજી બાજુ અરુણ જેટલીએ કહ્યુ કે અમે સારા અને વિશ્વસનીય લોકોને જોડવાનો સતત પ્રયાસ કરીએ છીએ.  અમને ખુશી છે કે કિરણ બેદી બીજેપીમાં જોડાઈ. તેમની પાસે અનુભવ છે. 
 
બીજી બાજુ સૂત્રો મુજબ અભિનયથી રાજનીતિમાં આવેલ જયા પ્રદાના બીજેપીમાં સામેલ થવા પર પણ હજુ નિર્ણય લેવો બાકી છે. 
 
ગુરૂવારે સવારથી જ અટકળોનુ બજાર ગરમ છે કે દિલ્હીમાં આવતા મહિને થનારી ચૂંટણીમાં બીજેપી અરવિંદ કેજરીવાલની સામે કિરણ બેદી કે જયા પ્રદાને ઉભી કરી શકે છે. જો કે આપની લ પૂર્વ નેતા શાઝિયા ઈલ્મીએ અફવાઓ પર પોતાનુ વલણ સ્પષ્ટ કરી દીધુ છે કે તે બીજેપીની સીટ પરથી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કે ક્યાયથી પણ કોઈ ચૂટણી લડવાની નથી.